Tuesday 13 May 2014

smell-o-vision TV

FF Post :- 22



સ્ક્રીનમાં જે પ્રકારનો સીન હશે તે પ્રકારની સ્મેલ આવશે
          શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે ટીવીમાંથી સુગંધ આવે! સાંભળવામાં ભલે આ વાત નવાઈ પમાડે તેવી હોય પણ સત્ય છે. આવનારા દિવસોમાં બજારમાં સુગંધ ફેલાવનારા ટીવી આવશે. હાલ ઇલેક્ટ્રોનિક્સ બજારમાં અનેક ફેસિલિટીવાળા હોમ થિયેટર ઉપલબ્ધ છે. જેમાં શાર્પ એચડી ટેલિવિઝન અને મૂવીઝમાં ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ તો મળશે પણ તેની સાથે સાથે તમે ઇન્ટરનેટ પર જે જુઓ કે સાંભળો છો તે હવે આ ટીવીમાં પણ એન્જોય કરી શકશો.
         'સ્મેલ ઓ વિઝન' ટીવીમાં મળનારી આવી ફેસિલિટીઝ હાલના કોઈ હોમ સેટઅપમાં નથી. જાપાનની એક રિસર્ચ ટીમે કરેલા સંશોધનો પછી ભવિષ્યમાં ૧૧ પ્રકારના હર્બ અને સ્પાઇસીસની સુગંધ આવે તેવા ટીવી બજારમાં જોવા મળે તેવી સંભાવના છે. જેમ રૂના પૂમડાને અત્તરમાં પલાળીને પંખા નીચે મુકવાથી થોડી જ વારમાં તેની સુગંધ પ્રસરાઈ જાય છે તેવું જ કંઇક આ ટીવીમાં હશે. 
         'સ્મેલ ઓ વિઝન' માં સેન્ટેડ ઓઈલવાળું બોક્સ અને પંખા જેવું  સ્પ્રેડિંગ મિકેનિઝમ હશે. કાર્યક્રમ શરૂ થતાં બોક્સને એક સિગ્નલ મળશે એટલે તેમાંથી સુગંધ આવશે. માની લો કે તમે વીડિયો ગેમ શરૂ કરો, જે સેટઅપ બોક્સને ઓશનની સુગંધ માટેનો મેસેજ મોકલે તો તેની સુગંધ આવશે. જો ક્યારેક મેસેજમાં મોકલાયેલી સુગંધનું ઓઈલ ખલાસ થઈ ગયું હોય તો બીજા ઓઇલ મિક્સ થઈને તેની નજીકની સુગંધ ફેલાવે તેવી ફેસિલિટી પણ તેમાં છે.
મિકેનિઝમ અઘરું છે

         આ ટીવીના મોનિટમાંથી સ્મેલ નથી આવતી પણ સ્ક્રીન પર સ્મેલ ઓબ્જેક્ટ હોય ત્યાં ક્લિક કરવાથી સુગંધ આવે છે. રિસર્ચર્સનું કહેવું છે કે 'સ્મેલ ઓ વિઝન' ટીવામાં સેન્ટેડ ઓઈલને રિપ્લેસ કરવાનું અને મૂવી કે ગેમ વખતે ચોક્કસ સુંગધ ફેલાય તે માટેની મેકેનિઝમ તૈયાર કરવાનું ટેક્નિકલ સજ્જતા માગી લે તેવું છે.