Saturday 15 March 2014

હવે આટલું નાનું મોબાઇલ ચાર્જર સમાઇ જશે તમારા પોકેટમાં પણ...

FF Post :- 14



          મોબાઇલ ફોનની બેટરી વારે-ઘડીએ ઉતરી જવી એ એક મોટી સમસ્યા છે ખાસ કરીને જયારે તમે એવી જગ્યાએ હો જ્યાં ચાર્જિંગ નો ઓપ્શન જ ના હોય. આવા સમયે તમે દુનિયાથી અદ્રશ્ય થઇ જાવ છો અને કોઇવાર મહત્વની વાતોથી અજાણ રહી જાવ છો.પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઇલાજ મળી ગયો છે અને તે ક્રેડિટ કાર્ડની નાનકડી સાઇઝનું એક ટ્રાવેલ કાર્ડ ઉપલબ્ધ થશે. આ કાર્ડને આપ પોતાનાં પોકેટમાં પણ રાખી શકો છો. આ ટ્રાવેલ કાર્ડને આઇફોનનાં લાઇટનિંગ ઓપ્શનથી પણ ચાર્જ કરી શકાય છે અને અન્ય હેન્ડસેટને USB ઓપ્શનથી કરી શકાય છે. આ ટ્રાવેલ કાર્ડને ગો ડિઝાઇન કંપનીએ બનાવ્યા છે અને આ કિકસ્ટાર્ટર પર લિસ્ટેડ છે.

          ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોનની બેટરી વધુ નથી ચાલતી અને કોઇ વાર તો દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર તો ચાર્જ કરવું જ પડે છે. આનો ઉપાય એ જ છે કે એક તો તમે એક વધારાની બેટરી રાખો અથવા તો ઇમરજન્સી ચાર્જર રાખો.ઇમરજન્સી ચાર્જર ભારેખમ હોય છે પરંતુ ટ્રાવેલ કાર્ડ હલકા હોય છે. આ પોકેટમાં આસાનીથી ફીટ થઇ શકે છે અને આપનાં સ્માર્ટફોનને સરળતાથી રીચાર્જ પણ કરી દેશે.

          આ કાર્ડ લગભગ 4.77મી.મી.પાતળું છે અને આનું વજન માત્ર 56.7ગ્રામ છે. આની અંદર 1300mAH ની બેટરી હોય છે અને 5 કલાક સુધી ટોકટાઇમ આપી શકે છે. આ 98 કલાક સુધી સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આ લગભગ 75 મિનિટોમાં ચાર્જ થઇ શકે છે.જો તમે આઇફોન વાપરતા હોવ તો અને એન્ડ્રોઇડ ફોન પણ જો વાપરતા હોવતો પણ ,આપે બે કાર્ડ ખરીદવા પડશે. બેય હેન્ડસેટ માટે અલગ પ્રકારનાં ચાર્જર છે.ભારતમાં લગભગ 3,000 રૂપિયા તેની મૂળભૂત કિંમત હશે.આ કાર્ડને એપ્પલ ઇંન્કએ સ્વિકૃતિ આપી છે. આ કાર્ડ ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ થશે.

No comments:

Post a Comment