Friday 7 March 2014

થ્રીડી ફિંગરપ્રિન્ટ

FF Post :- 6

મૂળ ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકે વિશ્વનું સૌપ્રથમ થ્રીડી ફિંગરપ્રિન્ટ મોડેલ બનાવ્યું



          મિશિગન સ્ટેટ યુનિર્વિસટીની કોમ્પ્યુટર વૈજ્ઞાનિકોની ટીમ કે જે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કાનપુરનુ નેતૃત્વ કરે છે. તેમાં સમાવિષ્ટ આઇઆઇટીકાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી અનિલ જૈને વિશ્વનું સૌ પ્રથમ ૩-ડી ફિંગરપ્રિન્ટ મોડેલ બનાવ્યું છે.

ફિંગરપ્રિન્ટથી થ્રી-ડાઇમેન્શનલ ઇમેજ લઇ શકાશે.

          જે સૌ પ્રથમ થ્રી ડાઇમેન્શનલ હ્યુમન મોડેલ છે. અનીલ જૈન એ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરીંગમાં પ્રોફેસર છે. તેણે અને તેની ટીમે આ મોડેલ વિકસાવ્યુ છે જે ટુ-ડાયમેન્શનલ ઇમેજ લઇ શકે અને સપાટી પર ૩-ડી ફિંગરની ઇમેજ વિકસાવી શકે છે. અનિલ જૈન અને અન્ય વૈજ્ઞાનિકોની ટીમે આ મોડેલ વિકસાવવામાં અથાગ પ્રયત્નો કર્યા છે.
૩-ડી હૃદયકિડનીના સર્જનમાં મદદરૃપ.

          અનિલ જૈનના મતે, આ મોડેલ હેલ્થકેરમાં ઉપયોગી બનશે. જેનાથી ૩ડી હૃદય અને કીડની સર્જી શકાય છે. કારણકે ઇમેજની મદદથી ડાયમેન્શન જાણી શકાય છે. તે સ્કેનર પર મૂકીને નવી ૩-ડી ઇમેજને બનાવી શકાય છે. આ કેસમાં મુખ્ય હેતુ વધુ કિંમતી ફિંગરપ્રિન્ટ મોડેલ બનાવવુ કે જે એવા ફિચર્સ કે પ્રોપર્ટીઝ ધરાવે જેનાથી ફિંગરપ્રિન્ટ મેચ કરવાની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અનિલે વધુમાં જણાવ્યું કે 'આ ૩-ડી ફિંગરપ્રિન્ટ મોેડેલ બધી જ રીતે સંપૂર્ણ છે. જે માનવજાતની ફિંગરપ્રિન્ટને ૩-ડી પ્રિન્ટરમાં પણ ઉપયોગ કરી શકે છે. અનિલ અને તેની ટીમ આ મોડેલને 'ફિંગરપ્રિન્ટ ફેન્ટોમ' કહી બોલાવે છે.
અનિલ જૈને મેળવ્યા છે બાયોમેટ્રિક્સમાં પ્રતિષ્ઠિત એવોર્ડસ.

          અનિલ જૈને આઇઆઇટી કાનપુરમાંથી બી.ટેક કર્યા બાદ એમ.એસ. અને પીએચડીની ડિગ્રી ઓહાયો સ્ટેટ યુનિર્વિસટીમાંની મેળવી છે. તે ફિંગરપ્રિન્ટ મેચીંગની છ યુ.એસ. પેટન્ટ ધરાવે છે. તેણે બાયોમેટ્રીકસ ફિંગરપ્રિન્ટ અને ચહેરાની ઓળખના વિષયો પર અઢળક પુસ્તકો લખ્યા છે. અનિલ જૈને ઓળખ અને બાયોમેટ્રીક્સમાં અમૂલ્ય ફાળો આપવા બદલ ઘણા પ્રતિષ્ઠીત એવોર્ડસ પણ મેળવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે અનિલે વિકસાવેલ આ મોડેલ મોબાઇલ ફોન અનલોક જેવી એપ્લીકેશનમાં પણ વધુ સારી સિક્યુરીટી પ્રાપ્ય બનાવી શકે છે. આ મોડેલ ફિંગરપ્રિન્ટ મેચીંગ ટેકનોલોજીને મદદરૃપ બનશે. સાથોસાથ સુરક્ષા, મોબાઇલ એપ્લીકેશન,હેલ્થકેરમાં પણ સહાયરૃપ થશે.

No comments:

Post a Comment