FF Post :- 20
- અમેરિકાની એક કંપની દ્વારા પહેલ કરાઈ
- ઈન્ટરનેટથી વંચિત વિશ્વના 40% લોકો માટે વરદાન રૂપ
છેલ્લા કેટલાય વર્ષોથી ટેકનોલોજી ક્ષેત્રે થયેલ શોધોએ દુનિયાને અતિ આધુનિક બનાવી દીધી છે. એક સમયે અશક્ય લાગતી ઘટના હવે 21મી સદીના માણસ માટે સામાન્ય બની ગઈ છે. થોડા દિવસ અગાઉના એક અહેવાલ મુજબ અમેરિકાની એક કંપની આખા વિશ્વને ફ્રી WIFI આપવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરાયું હતું કે કંપનીની ફ્રી WIFI સેવા પાછળનો મુખ્ય હેતુ ઈન્ટરનેટથી વંચિત લોકોને ફ્રી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનો છે.હાલમાં વિશ્વના હજુ 40% લોકો ઈન્ટરનેટથી વંચિત છે જેનું કારણ એ છે કે ઈન્ટરનેટ ટેકનોલોજી વિશ્વના અમુક અંતરિયાળ સ્થળો સુધી સરળતાથી નથી પહોચાડી શકાતી. આ સમસ્યાને દુર કરવા હવે સેટેલાઈટ દ્વારા જ ફ્રી WIFI સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવી છે.
No comments:
Post a Comment