Sunday 9 March 2014

હવે તમારો મોબાઈલ ચાર્જ થઈ શકશે માત્ર 10 સેકન્ડમાં.

FF Post :- 7

          જો તમારો મોબાઈલ 10 સેકન્ડમાં ચાર્જ થઈ જાય તો? આ સાંભળીને નવાઈ તો ખૂબ લાગશે પરંતુ આ સાચી વાત છે. પુણેના સીએસઆઈઆરની નેશનલ કેમિકલ લેબોરેટરી દ્વારા હવે એવુ ચાર્જર બનાવવામાં આવી રહ્યુ છે કે જેનાથી તમારો મોબાઈલ 10 સેકન્ડમાં ચાર્જ થઈ જશે.


          10 સેકન્ડમાં મોબાઈલ ચાર્જ થાય તે માટે સીએસઆઈઆર સુપર કેપેસિટર વિકસિત કરી રહ્યુ છે. એટલુ જ નહી આ ચાર્જરને સંપૂર્ણ રીતે ઓર્ગેનીક બનાવવામાં આવશે. આ દેખાશે તો અન્ય બેટરી જેવુ જ પરંતુ તેની કામની પદ્ધતિ થોડી અલગ હશે. અન્ય બેટરી જેવી રીતે ધીમે ધીમે ચાર્જ થાય છે અને ધીમે ધીમે ડિસચાર્જ થાય છે તેવી જ રીતે આ બેટરી ઝડપથી ચાર્જ પણ થઈ જશે અને ઝડપથી ડિસચાર્જ પણ થઈ જશે.

          હાલ આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોને 10 સેકન્ડમાં 50 ટકાથી વધારે બેટરી ચાર્જ કરવામાં સફળતા મળી છે. ચંદીગઢમાં નેનો સાયન્સ અને ટેક્નોલોજી પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વૈજ્ઞાનિક ડો. સતીશચંદ્ર બી. ઓગલેએ જણાવ્યુ કે સુપર કેપેસિટર ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિસિટી આપી શકે છે. આ બેટરીને સોલાર એનર્જી અથવા ઈલેક્ટ્રીસિટી દ્વારા ચાર્જ કરી શકાશે.

          ડો. ઓગલે દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમેરિકામાં સુપર કેપેસિટર બનાવવામાં આવ્યા છે પરંતુ તેમા ઘણા મોંઘા કાર્બનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પુણેની લેબમાં બનાવવામાં આવેલ કાર્બન લીમડાના પતા અને શેરડીના ફાઈબરમાંથી બનાવવામાં આવ્યુ છે. તેની કાર્યક્ષમતા કેમિકલથી બનેલા કાર્બન કરતા સારી છે. ઓર્ગેનીક હોવાના કારણે તેનાથી પર્યાવરણને નુકસાન પણ નહી પહોચે.

No comments:

Post a Comment