FF Post :- 23
સ્માર્ટફોનની ચોરીના કિસ્સા વધતાં મોબાઇલ ફોનધારકો અને કંપનીઓમાં ચિંતા વ્યાપી છે, પરંતુ હવે એક કી 'કિલ સ્વિચ'ના આધારે ચોરાયેલો ફોન નકામો બની જશે. ગૂગલ અને માઇક્રોસોફ્ટની'કિલ સ્વિચ' વિશ્વની ત્રણ સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ બની જશે. મોબાઇલ કંપનીઓએ પણ આ સ્વિચને મોબાઇલની ચોરી અટકાવવાનો વિકલ્પ ગણાવ્યો છે, તો એપલ અને સેમસંગ કંપની કેટલાક મોબાઇલ ફોનમાં આ ફીચર મૂકી રહી છે.
સ્માર્ટફોનની ચોરીની વધતી ઘટનાઓને પગલે નીતિવિષયકોએ'સિક્યોર ઓવર સ્માર્ટ ફોન' નામનું અભિયાન શરૃ કર્યું છે, જેના ભાગરૃપે તેઓએ ટેક્નિકલ કંપનીઓને આ અંગે પગલાં લેવાં કહ્યું હતું. ન્યૂ યોર્કના એટર્ની જનરલે અહેવાલમાં જણાવ્યું છે કે, 'એક સક્રિય 'કિલ સ્વિચ'નો વિકલ્પ સરળતાથી વેચાતાં મોંઘાં મલ્ટિમીડિયા ઉપકરણને નકામાં બનાવી દેશે.' અધિકારઓએ કરેલા દાવા પ્રમાણે ગત સપ્ટેમ્બરમાં એપલના આઇઓએસ૭ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલતા તમામ આઇફોનમાં એક્ટિવેશન લોક મૂકવામાં આવ્યાં છે ત્યારથી મોબાઇલ ફોનની ચોરીમાં ઘટાડો થયો છે.
ન્યૂ યોર્કના એટર્ની જનરલના અહેવાલ અનુસાર ૨૦૧૪ના પ્રથમ પાંચ મહિનામાં ન્યૂ યોર્ક શહેરમાં એપલનાં ઉપકરણોની ચોરીમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન, એપલે આ ફીચર શરૃ કર્યું ત્યારે લંડનમાં આઇફોનની લૂંટ સંબંધી ઘટનાઓમાં ૨૪ ટકા અને સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ છ મહિનમાં અગાઉના છ મહિનાની સરખામણીમાં ૩૮ ટકાનો ઘટાડો થયો છે.
આ ફીચર સંપૂર્ણપણે સુરક્ષિત નથી
ફ્રોસ્ટ એન્ડ સુલીવનના મુખ્ય નિદેશક મનોજ મેનને આ પગલાંને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે, 'આ એક સારું પગલું છે અને મોબાઇલચોરીની ઘટનાઓ ઓછી કરવામાં આ સિસ્ટમ લાંબા સમય સુધી અધિકારીઓને મદદરૃપ થશે, જોકે આ સંપૂર્ણપણે સુરક્ષિત વ્યવસ્થા નથી, કારણ કે, ચોર ફોનના પાટ્ર્સ અને બાકીની વસ્તુઓ વેચી શકે છે.'
'કિલ સ્વિચ' શું છે?
-> એક હાર્ડ 'કિલ સ્વિચ' ચોરીનાં ઉપકરણને કાયમી રીતે નકામું બનાવી દે છે.
-> એક સોફ્ટ 'કિલ સ્વિચ' માત્ર ઉપયોગ કરનારી અનધિકૃત વ્યક્તિ માટે ફોન નકામો બનાવે છે.
No comments:
Post a Comment