Showing posts with label Mobile. Show all posts
Showing posts with label Mobile. Show all posts

Friday, 20 June 2014

સ્માર્ટ ફોનની ચોરી અટકાવવા 'કિલ સ્વિચ' ઉપયોગી થશે.

FF Post :- 23



     સ્માર્ટફોનની ચોરીના કિસ્સા વધતાં મોબાઇલ ફોનધારકો અને કંપનીઓમાં ચિંતા વ્યાપી છે, પરંતુ હવે એક કી 'કિલ સ્વિચ'ના આધારે ચોરાયેલો ફોન નકામો બની જશે. ગૂગલ અને માઇક્રોસોફ્ટની'કિલ સ્વિચ' વિશ્વની ત્રણ સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ બની જશે. મોબાઇલ કંપનીઓએ પણ આ સ્વિચને મોબાઇલની ચોરી અટકાવવાનો વિકલ્પ ગણાવ્યો છે, તો એપલ અને સેમસંગ કંપની કેટલાક મોબાઇલ ફોનમાં આ ફીચર મૂકી રહી છે.
     સ્માર્ટફોનની ચોરીની વધતી ઘટનાઓને પગલે નીતિવિષયકોએ'સિક્યોર ઓવર સ્માર્ટ ફોન' નામનું અભિયાન શરૃ કર્યું છે, જેના ભાગરૃપે તેઓએ ટેક્નિકલ કંપનીઓને આ અંગે પગલાં લેવાં કહ્યું હતું. ન્યૂ યોર્કના એટર્ની જનરલે અહેવાલમાં જણાવ્યું છે કે, 'એક સક્રિય 'કિલ સ્વિચ'નો વિકલ્પ સરળતાથી વેચાતાં મોંઘાં મલ્ટિમીડિયા ઉપકરણને નકામાં બનાવી દેશે.' અધિકારઓએ કરેલા દાવા પ્રમાણે ગત સપ્ટેમ્બરમાં એપલના આઇઓએસ૭ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલતા તમામ આઇફોનમાં એક્ટિવેશન લોક મૂકવામાં આવ્યાં છે ત્યારથી મોબાઇલ ફોનની ચોરીમાં ઘટાડો થયો છે.
     ન્યૂ યોર્કના એટર્ની જનરલના અહેવાલ અનુસાર ૨૦૧૪ના પ્રથમ પાંચ મહિનામાં ન્યૂ યોર્ક શહેરમાં એપલનાં ઉપકરણોની ચોરીમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન, એપલે આ ફીચર શરૃ કર્યું ત્યારે લંડનમાં આઇફોનની લૂંટ સંબંધી ઘટનાઓમાં ૨૪ ટકા અને સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ છ મહિનમાં અગાઉના છ મહિનાની સરખામણીમાં ૩૮ ટકાનો ઘટાડો થયો છે.
આ ફીચર સંપૂર્ણપણે સુરક્ષિત નથી
     ફ્રોસ્ટ એન્ડ સુલીવનના મુખ્ય નિદેશક મનોજ મેનને આ પગલાંને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે, 'આ એક સારું પગલું છે અને મોબાઇલચોરીની ઘટનાઓ ઓછી કરવામાં આ સિસ્ટમ લાંબા સમય સુધી અધિકારીઓને મદદરૃપ થશે, જોકે આ સંપૂર્ણપણે સુરક્ષિત વ્યવસ્થા નથી, કારણ કે, ચોર ફોનના પાટ્ર્સ અને બાકીની વસ્તુઓ વેચી શકે છે.'
'કિલ સ્વિચશું છે?
-> એક હાર્ડ 'કિલ સ્વિચ' ચોરીનાં ઉપકરણને કાયમી રીતે નકામું બનાવી દે છે.
-> એક સોફ્ટ 'કિલ સ્વિચ' માત્ર ઉપયોગ કરનારી અનધિકૃત વ્યક્તિ માટે ફોન નકામો બનાવે છે.

Thursday, 13 March 2014

માઈન્ડ કંટ્રોલર મોબાઈલ ડિવાઈસ

FF Post :- 12



          સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. લોકોના વિચારોની મદદથી સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિના વિચારોથી માઇન્ડ કંટ્રોલ સેમસંગ ગેલેક્સી નોટ કંટ્રોલ કરવામાં આવશે તે એપ્લિકેશન લોન્ચ કરી શકશે, મ્યૂઝિક ડાઉનલોડ કરી શકશે અને ટેબ્લેટને ઓન અને ઓફ કરી શકશે. આ માટે ટેસ્ટરને એક કેપ ઇક્વિપમેન્ટ ઇઇજી-મોનિટરિંગની સાથે આપવામાં આવશે. જેથી તેમની એક્શન ગેજેટ્સ સુધી પહોંચાડી શકાય. ઇઇજી બ્રેઇન સિગ્નલ્સ ડિટેક્ટ કરીને એક્ટ કરશે.
બ્રેઈન સિગ્નલ્સથી થશે એપ્લિકેશન લોન્ચ
          ગેજેટ જ્યારે બ્રેઇન સિગ્નલ્સને અનુસરતું હશે ત્યારે સંશોધકો તેને મોનીટર કરશે. માત્ર આંખના પલકારાના મદદથી ટેસ્ટર એપ્લિકેશન લોન્ચ, પોઝ/પ્લે મ્યુઝિક જેવી એક્શન કરી શકશે. ફાઇવ સેકન્ડના આધારે યૂઝર તેની એક એક્શન ૮૦થી ૯૫ ટકા જેટલી ચોકસાઇથી પર્ફોર્મ કરી શકશે. કિપેડથી કંટ્રોલ થતાં મોબાઇલ ડિવાઇસ સાથે માઇન્ડ ઇન્ટરેક્શનનો આ નવો પ્રોજેક્ટ છે. 
ઈઈજી કેપથી કંટ્રોલ થશે ડિવાઈસ

          અત્યાર સુધી માત્ર કિપેડ, ટચ, વોઇશ ઇનપુટથી ઓપરેટ થતી મોબાઇલ સિસ્ટમમાં માઇન્ડ કંટ્રોલ રિસર્ચથી યુઝરને તેની ડિવાઇસ વધારે કંટ્રોલ કરવાની તક મળશે અને તે પણ મોબાઇલને પોકેટમાં રાખીને. જો કે, ડિવાઇસને પ્રોપર કંટ્રોલ કરવા માટે યુઝરે ઇઇજી કેપ પહેરવી ફરજિયાત બનશે. તેમ છતાં રિસર્ચર્સ આ કેપને થોડી ફેશનેબલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.

Monday, 10 March 2014

સ્માર્ટફોન દ્વારા હવે તમારી આંખોનો ઈલાજ શક્ય બનશે

FF Post :- 9


          આંખોની સારવાર શક્ય ન હોય તેવા વિસ્તારોમાં સ્માર્ટફોન વડે આંખોની હાઈ રિઝોલ્યુશનવાળી તસવીરો આંખોના સર્જનને મોકલી સારવાર મેળવવાની વાત હવે શક્ય બની છે. સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના અભ્યાસકારોએ બે ઓછાર્ખિચત એડેપ્ટર શોધી કાઢયા છે જેને કારણે આ વાત હવે શક્ય બની છે.
  • એડપ્ટરના ઉપયોગથી રેટિનાની તસવીરો ખેંચી શકાશે
          યુનિર્વિસટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રોબર્ટ ચેંગે જણાવ્યું હતું કે, 'આ એડપ્ટર એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે જેથી દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે અને આંખોની તસવીરો લઈ તેને નિષ્ણાતોને મોકલી સારવાર મેળવી શકે.' આ સેવાને કારણે આંખની કાળજીની સેવામાં વધારો થશે, ઉપરાંત આ ટેકનોલોજીને કારણે આંખની સારવાર ન પ્રાપ્ત થતી હોય એવા વિસ્તારનાં લોકોને નિષ્ણાતોની સેવા મળી શકે છે.
       સ્માર્ટફોનની મદદને કારણે આંખની સારવારને ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી જશે. આ સેવા સાથે એવા ક્ષેત્ર માટે મહત્ત્વની બની જશે જ્યાં આંખના નિષ્ણાતોની સંખ્યા ઘણી ઓછી છે અને તેમનાં સુધી દરેક લોકો પહોંચી શક્તા નથી. આજના સમયનાં સ્માર્ટફોનમાં હવે હાઈ રિઝોલ્યુશન તસવીરો ખેંચવાની ક્ષમતા છે અને તેનો ઉપયોગ કરી અમુક જ ક્ષણોમાં તસવીર અપલોડ કરી વિશ્વના કોઈપણ ક્ષેત્રમાં મોકલી શકાય છે. અગાઉની ટેકનોલોજીમાં આંખની આગળના હિસ્સાની તસવીરો જ પાડી શકાતી હતી. જો કે આ એડપ્ટરના કારણે આંખના આગળના હિસ્સાની સાથે-સાથે રેટિનાની તસવીરો પણ લઈ શકાશે તેવો અભ્યાસકારો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

Sunday, 9 March 2014

હવે તમારો મોબાઈલ ચાર્જ થઈ શકશે માત્ર 10 સેકન્ડમાં.

FF Post :- 7

          જો તમારો મોબાઈલ 10 સેકન્ડમાં ચાર્જ થઈ જાય તો? આ સાંભળીને નવાઈ તો ખૂબ લાગશે પરંતુ આ સાચી વાત છે. પુણેના સીએસઆઈઆરની નેશનલ કેમિકલ લેબોરેટરી દ્વારા હવે એવુ ચાર્જર બનાવવામાં આવી રહ્યુ છે કે જેનાથી તમારો મોબાઈલ 10 સેકન્ડમાં ચાર્જ થઈ જશે.


          10 સેકન્ડમાં મોબાઈલ ચાર્જ થાય તે માટે સીએસઆઈઆર સુપર કેપેસિટર વિકસિત કરી રહ્યુ છે. એટલુ જ નહી આ ચાર્જરને સંપૂર્ણ રીતે ઓર્ગેનીક બનાવવામાં આવશે. આ દેખાશે તો અન્ય બેટરી જેવુ જ પરંતુ તેની કામની પદ્ધતિ થોડી અલગ હશે. અન્ય બેટરી જેવી રીતે ધીમે ધીમે ચાર્જ થાય છે અને ધીમે ધીમે ડિસચાર્જ થાય છે તેવી જ રીતે આ બેટરી ઝડપથી ચાર્જ પણ થઈ જશે અને ઝડપથી ડિસચાર્જ પણ થઈ જશે.

          હાલ આ પ્રયોગમાં વૈજ્ઞાનિકોને 10 સેકન્ડમાં 50 ટકાથી વધારે બેટરી ચાર્જ કરવામાં સફળતા મળી છે. ચંદીગઢમાં નેનો સાયન્સ અને ટેક્નોલોજી પર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા વૈજ્ઞાનિક ડો. સતીશચંદ્ર બી. ઓગલેએ જણાવ્યુ કે સુપર કેપેસિટર ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિસિટી આપી શકે છે. આ બેટરીને સોલાર એનર્જી અથવા ઈલેક્ટ્રીસિટી દ્વારા ચાર્જ કરી શકાશે.

          ડો. ઓગલે દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમેરિકામાં સુપર કેપેસિટર બનાવવામાં આવ્યા છે પરંતુ તેમા ઘણા મોંઘા કાર્બનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પુણેની લેબમાં બનાવવામાં આવેલ કાર્બન લીમડાના પતા અને શેરડીના ફાઈબરમાંથી બનાવવામાં આવ્યુ છે. તેની કાર્યક્ષમતા કેમિકલથી બનેલા કાર્બન કરતા સારી છે. ઓર્ગેનીક હોવાના કારણે તેનાથી પર્યાવરણને નુકસાન પણ નહી પહોચે.

Tuesday, 25 February 2014

Nokia’s First Ever Android Smartphones (X Series)

FF Post :- 4

         The Finnish-tech giant Nokia has announced its first-ever android based smartphones series-- Nokia X, Nokia X+ and Nokia XL, which are powered by Microsoft and Nokia services.

























          On the specification front, all three handsets are powered by Qualcomm Snapdragon Dual Core processor and are dual SIM. Popular messaging apps like BBM, Viber, Vine and Twitter come pre-installed.

          Nokia X and X+ come with 4-inch 480x800 displays. Both have identical 4GB internal storage, with expandable support up to 32GB via microSD card, and are powered by a 1500mAh battery

          While the Nokia X comes with 512MB RAM, the Nokia X+ comes with 768MB RAM. Both phones have a 3-megapixel rear camera, but no front shooter. Both the Nokia X and Nokia X+ will be available in bright green, bright red, cyan, and yellow, black and white.

          On the other hand, Nokia XL comes with 5-inch 480x800 display. It sports a 5-megapixel camera, a 720p front camera, 768MB RAM and is packed with 2000mAh battery, while sharing other specifications with its siblings. The handset will be available in bright green, orange, and cyan, yellow, black and white. Colour availability may vary across regions.

          All three phones come with 3G support and take Micro-SIMs instead of regular ones.

          The Nokia X will go on sale immediately, starting at approximately Rs. 7,500.  Nokia X+ and Nokia XL are expected to roll out early in the second quarter, priced at approximately Rs. 8,400 and Rs 9,300 respectively.