FF Post :- 19
એન્ડ્રોઇડ પ્લેટફોર્મવાળા ડિવાઇસમાં મ્યુઝિક બિટા પોપ્યુલર એપ છે,પરંતુ હાલમાં ખાલી તે યુએસમાં અવેલેબલ છે. મ્યુઝિક બિટા માટે ગૂગલે ક્લાઉડ મ્યુઝિક સર્વિસ શરૂ કરી છે. જો તમે આ એક્સક્લૂઝિવ ક્લબના મેમ્બર બની જશો તો આ એપ દ્વારા તમે મનપસંદ મ્યુઝિક સીધા તમારા સ્માર્ટફોનમાં અપલોડ કરી શકો છો. જો ક્લાઉડ મ્યુઝિકની ફેસિલિટી અવેલેબલ ન હોય તો આ એપ્લિકેશન નોર્મલ મ્યુઝિકસ પ્લેયર તરીકે કામ કરશે. મ્યુઝિક બિટાને કારણે તમે મોબાઇલમાં પણ ડેસ્કટોપ જેવો વ્યૂ જોઇ શકશો.
તે સિવાય મ્યુઝિક બિટામાં કવર ફ્લો જેવું ફીચર છે જેની મદદથી તમારાં આલ્બમ ઓપ્શન પર ડાયરેક્ટ જઇ શકો છો. આ સિવાય તેમાં અન્ય ઓપ્શન પણ છે જેમકે ઇન્સન્ટ મિક્સ, પ્લેલિસ્ટ ક્રિએશન અને ર્સિંચગ. આ એપ્લિકેશન તમારાં ૩-જી ડેટા પ્લાન પર ચાલશે તેથી ૩-જીને બદલે તમે વાઇ-ફાઇ કનેક્ટિવિટી દ્વારા એપ યૂઝ કરી શકો છો. મ્યુઝિક બિટા સિવાય અત્યારે માર્કેટમાં અન્ય મ્યુઝિક એપ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં તેના ડાઉનલોડ ચાર્જિસ અને અન્ય સર્વિસ જોતાં મ્યુઝિક બિટા એકદમ બેસ્ટ ઓપ્શન સાબિત થશે.
No comments:
Post a Comment