Showing posts with label Something New. Show all posts
Showing posts with label Something New. Show all posts

Wednesday, 19 March 2014

TimeRabbit (ફેસબુક યૂઝેજનું મોનિટરિંગ કરતું સોફ્ટવેટ)

FF Post :- 18



ફેસબુકમાં લોગઇન કર્યા પછી કેટલાંય કલાકો ક્યાં વીતી જાય તેની ખબર જ નથી પડતી. ફ્રેન્ડ્સની પોસ્ટને વાંચવામાં, સ્ટેટસ અપલોડ કરવામાં, કમેન્ટ લાઇક અને શેર કરવામાં તમે દિવસમાં, સપ્તાહમાં અને મહિનામાં કેટલો સમય પસાર કરો છો તે જાણવાની ઇચ્છા થાય તો તે માટે એક ર્સિવસની મદદ લઇ શકો છો. બ્રેકપોઇન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ 'ટાઇમરેબિટ' દ્વારા ફેસબુક પર તમે કેટલો ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છો તે આસાનીથી જાણી શકશો.
માત્ર વિન્ડોઝ પ્લેટફોર્મ પણ કામ કરતી આ એપ્લિકેશન તમારા ફેસબુક યૂઝેજનું મોનિટરિંગ કરે છે, આ એપ્લિકેશન પ્રમાણે એવરેજ યૂઝર ફેસબુક પર મહિનાના સરેરાશ ૭ કલાક વીતાવે છે. 'ટાઇમરેબિટ' એપ્લિકેશનમાં એવા પણ અન્ય પ્લગઇન્સ છે, જે તમારી ઓનલાઇન હેબિટ્સની સ્ટડી કરે છે. 'ટાઇમરેબિટ'ને તમે ડેસ્કટોપ પર સ્ટોર કરી શકો છો અને તે મોટાભાગના દરેક ઇન્ટરનેટ બ્રાઉઝર્સ સાથે કોમ્પિટિબલ છે. જ્યારે તમે ફેસબુકમાં લોગ ઇન કરો છો ત્યારે તે એપ્લિકેશન ઓટોમેટિક સ્ટાર્ટ થઇ જાય છે, તમે ફેસબુક પરથી બીજી સાઇટ પર પણ જાઓ તેનું પણ ટાઇમરેબિટ ધ્યાન રાખે છે.

Monday, 17 March 2014

India Election Tracker (ફેસબૂકે લોન્ચ કર્યુ).

FF Post :- 16


- Usersને ઉમેદવારોની અપડેટની જાણકારી મળશે

- ફેસબૂક પણ લોકસભાની ચૂંટણીને અવગણી શકે તેમ નથી


      સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ફેસબૂક માટે પણ ભારતના ઈલેક્શન ઘણુ મહત્વ રાખે છે.ફેસબૂકે લોકસભાની ચૂંટણી માટે ઈન્ડિયા ઈલેક્શન ટ્રેકર લોન્ચ કર્યુ છે.જે ફેસબૂક યુઝર્સને તેમના ઉમેદવારની હિલચાલથી માહિતગાર રાખશે.

          લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે લોકસભાની ચૂંટણીની સોશ્યલ સાઈટ્સ પર પણ એટલી જ ચર્ચાઓ થતી હોવાથી ફેસબૂકે નવી સુવિધા આપી છે.તેના પર ચુંટણીની ચર્ચાઓ અને હિલચાલની લાઈવ જાણકારી મળી શકશે.ભારતમાં ફેસબૂક પર દર મહિને 9 કરોડ જેટલા લોકો સર્ફિંગ કરતા હોય છે.તેવા સંજોગોમાં ફેસબૂક પણ લોકસભાની ચૂંટણીને અવગણના કરવા માંગતુ નથી.

        આ પહેલા ફેસબૂક લાઈવ ટોક્સની શરુઆત કરી ચુક્યુ છે.જેમાં મતદારોને વિવિધ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ સાથે લાઈવ ચેટીંગ કરવાનો મોકો મળશે.

Saturday, 15 March 2014

હવે આટલું નાનું મોબાઇલ ચાર્જર સમાઇ જશે તમારા પોકેટમાં પણ...

FF Post :- 14



          મોબાઇલ ફોનની બેટરી વારે-ઘડીએ ઉતરી જવી એ એક મોટી સમસ્યા છે ખાસ કરીને જયારે તમે એવી જગ્યાએ હો જ્યાં ચાર્જિંગ નો ઓપ્શન જ ના હોય. આવા સમયે તમે દુનિયાથી અદ્રશ્ય થઇ જાવ છો અને કોઇવાર મહત્વની વાતોથી અજાણ રહી જાવ છો.પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઇલાજ મળી ગયો છે અને તે ક્રેડિટ કાર્ડની નાનકડી સાઇઝનું એક ટ્રાવેલ કાર્ડ ઉપલબ્ધ થશે. આ કાર્ડને આપ પોતાનાં પોકેટમાં પણ રાખી શકો છો. આ ટ્રાવેલ કાર્ડને આઇફોનનાં લાઇટનિંગ ઓપ્શનથી પણ ચાર્જ કરી શકાય છે અને અન્ય હેન્ડસેટને USB ઓપ્શનથી કરી શકાય છે. આ ટ્રાવેલ કાર્ડને ગો ડિઝાઇન કંપનીએ બનાવ્યા છે અને આ કિકસ્ટાર્ટર પર લિસ્ટેડ છે.

          ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોનની બેટરી વધુ નથી ચાલતી અને કોઇ વાર તો દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર તો ચાર્જ કરવું જ પડે છે. આનો ઉપાય એ જ છે કે એક તો તમે એક વધારાની બેટરી રાખો અથવા તો ઇમરજન્સી ચાર્જર રાખો.ઇમરજન્સી ચાર્જર ભારેખમ હોય છે પરંતુ ટ્રાવેલ કાર્ડ હલકા હોય છે. આ પોકેટમાં આસાનીથી ફીટ થઇ શકે છે અને આપનાં સ્માર્ટફોનને સરળતાથી રીચાર્જ પણ કરી દેશે.

          આ કાર્ડ લગભગ 4.77મી.મી.પાતળું છે અને આનું વજન માત્ર 56.7ગ્રામ છે. આની અંદર 1300mAH ની બેટરી હોય છે અને 5 કલાક સુધી ટોકટાઇમ આપી શકે છે. આ 98 કલાક સુધી સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આ લગભગ 75 મિનિટોમાં ચાર્જ થઇ શકે છે.જો તમે આઇફોન વાપરતા હોવ તો અને એન્ડ્રોઇડ ફોન પણ જો વાપરતા હોવતો પણ ,આપે બે કાર્ડ ખરીદવા પડશે. બેય હેન્ડસેટ માટે અલગ પ્રકારનાં ચાર્જર છે.ભારતમાં લગભગ 3,000 રૂપિયા તેની મૂળભૂત કિંમત હશે.આ કાર્ડને એપ્પલ ઇંન્કએ સ્વિકૃતિ આપી છે. આ કાર્ડ ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ થશે.

Monday, 3 February 2014

How To Hide And Show Drive With The Use Of CMD

FF Post :- 1

- પહેલા CMD ઓપન કરો અને પછી તેમાં diskpart લખો.


- હવે My Computer ઓપન કરો અને જે drive hide કરવી છે તે drive ને select કરો અને તે drive નો letter check કરો.

- Diskpart window માં “select volume” અને જે drive ને hide કરવી છે તે drive નો letter લખો.


- આ command execute કર્યા પછી તમને drive નો volume number જોવા મળશે.


- તે number ને કાળજી પુર્વક સાચવી રાખજો કારણકે તે number drive show કરવા માટે જરૂર પડશે.
- હવે drive ને hide કરવા માટે “remove letter” અને જે drive select કરી છે તે drive નો letter લખી command execute કરો.



- હવે My Computer ઓપન કરીને જોશો તો selected drive hide થય ગઈ હશે.


- હવે drive ને show કરવા માટે ફરીથી CMD ઓપન કરીને તેમાં diskpart લખીને enter દબાવો.


- હવે drive ને show કરવા “select volume” અને volume number લાખો.



- તેના પછી drive ને letter આપવા “assign letter” લખીને drive letter લાખો.




- હવે My Computer ઓપન કરીને જોશો તો hide થયેલી drive show થયેલ દેખાશે.


ધન્યવાદ....