Tuesday, 24 June 2014

ટર્મિનેટર સ્ટાઇલ બાયોનિક ઇયર

FF Post : - 24



લિવિંગ સેલ્સ અને હ્યુમન બોડી સ્ટથી બનાવવામાં આવેલા સાયબરમેન ઇયર સામાન્ય કરતાં વધારે ફ્રિકન્સી પર કામ કરે છે
    હોલિવૂડ ફિલ્મ 'ટર્મિનેટર'માં જે મશીન્સ ઉપયોગમાં લેવામાં આવ્યા છે તે સાયબર નેટિક્સથી બનાવવામાં આવ્યા છે. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે ફિલ્મમાં ટી-૮૦૦ મોડલ નંબર ૧૦૧નું કેરેક્ટર પ્લે કર્યુ છે. જે જ્હોન કોનોરને કહે છે કે, 'આઇ એમ સાયબર નેટિક ઓર્ગેનિઝમ. ધાતુથી બનાવવામાં આવેલું એવું કંકાલ જેમાં મેટલની પેશીઓ હોય છે.' ફિલ્મના આ જ ભાગથી ઇન્સપાયર્ડ થઇને લિવિંગ સેલ્સ અને હ્યુમન બોડી સર્કિટની મદદથી 'સાયબરમેન' ઇયર બનાવવામાં આવ્યા છે. કાનમાં આવેલી ખરાબીને પહોંચી વળવા માટે હિયરિંગ મશીન અવેલેબલ છે. પણ અહીં એવા બાયોનિક ઇયરની વાત થઇ રહી છે જે સામાન્ય કરતાં વધારે માત્રામાં રેડિયો ફ્રિકન્સી સાંભળી શકે છે. અદ્દલ કાન જેવા આકાર માટે તેમાં હ્યુમન સેલ્સનો ઉપયોગ થયો છે.
રેડિકલ થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી 
     પ્રિન્સટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલાં આ પ્રોસ્થેટિક ઇયરમાં રેડિકલ થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક્સ લગાડવામાં આવ્યા છે. રિસર્ચર્સે તેમાં સોલિડ પ્લાસ્ટિકમાં હાઇ ડેન્સિટી કોલાજન જેલ, અને કાર્ટિલાજ સેલ્સ સાથે કોલાજન મેટ્રિક્સનો ઉમેરો કર્યો છે. બાયોનિક ઇયર ફંક્શનલ ઓર્ગન છે જે માનવક્ષમતાની પ્રતિકૃતિ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સની મદદથી તૈયાર કરવામાં આવેલા હાઇ ડેન્સિટી ઇયર છે.

No comments:

Post a Comment