FF Post : - 28
માઇક્રોસોફ્ટનાંઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટ લેન્સ ગ્લુકોઝ ડિટેક્શનમાં હેલ્પફુલ
આંખોનો રંગ પસંદ ના હોય અથવા ચશ્મા પહેરવા ન ગમતા હોય તેવા લોકો સ્ટાઇલ અને ક્મ્ફર્ટ માટે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરતાં હોય છે. ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટને કારણે કોન્ટેક લેન્સ દ્વારા વિઝન ક્લિયર બનાવવાની સાથે આવા લેન્સ બ્લડ શુગર લેવલનું ધ્યાન રાખશે, જે ડાયાબિટીસના પેશન્ટ પર ગ્લૂકોમાની અસર છે કે નહીં તે એક્ઝામિન કરશે. આવા સ્પેશિયલ લેન્સને 'ઇલેક્ટ્રોનિક લેન્સ' કહેવાય છે. 'ઇલેક્ટ્રોનિક લેન્સ'નો કોન્સેપ્ટ વર્ષ ૨૦૦૮માં સૌ પ્રથમવાર વોશિંગ્ટન યુનિવર્સિટીના બબાક પર્વિઝે રજૂ કર્યો હતો. તેણે લેન્સમાં રેડ એલઇડીનો યૂઝ કર્યો હતો. ત્યારબાદ ડાયાબિટિક પેશન્ટ્સ માટે પણ આ ટેક્નોલોજીનો યૂઝ થઇ શકે તેવો આઇડિયા બબાકને આવ્યો અને તેણે પોતાના જૂના પ્રોટોટાઇપને આધારે નવા લેન્સ ડિઝાઇન કર્યા. તેમની આ રિસર્ચ સાથે સોફ્ટવેર જાયન્ટ માઇક્રોસોફ્ટ જોડાયું છે, માઇક્રોસોફ્ટના રિસર્ચર ડેન્સે ટેન, બબાક પર્વિઝ સાથે કામ કરી રહ્યા છે.
ઇલેક્ટ્રોનિક લેન્સ આ રીતે કામ કરશે
ઇલેક્ટ્રોનિક લેન્સના કોન્સેપ્ટને સમજાવતા બબાક પર્વિઝ કહે છે કે,'આંખો અત્યંત સેન્સિટિવ છે. અમે લેન્સની સાથે ગ્લૂકોઝ સેન્સર ફીટ કર્યા છે. આ સેન્સર આંખમાં આંસુ આવે ત્યારે એક્ટિવ થઇ જાય છે, અને આંસુમાં રહેલા ગ્લૂકોઝના પ્રમાણને ડિટેક્ટ કરે છે. લેન્સના સિગ્નલ રિસિવ કરી શકે તેવું વાયરલેસ ડિવાઇસ ડિઝાઇન કર્યું છે, જેના આધારે બ્લડમાં રહેલું ગ્લૂકોઝનું પ્રમાણ ગમે તે સમયે જાણી શકાશે. બ્લડ અને આંસુમાં ગ્લૂકોઝનું પ્રમાણ સરખું છે, આથી શરીરમાં ગ્લૂકોઝનું લેવલ જાણવામાં લેન્સ હેલ્પ કરશે.
જે ડાયાબિટિક લોકોને દર્દભર્યા ગ્લૂકોઝ ડિટેક્શન ટેસ્ટમાંથી છૂટકારો અપાવશે.'
ઇલેક્ટ્રોનિક લેન્સની ટેક્નિક હેલ્પફુલ બનશે થ્રી-ડી લેન્સમાં
બબાક પર્વિઝે ગ્લૂકોઝ ડિટેક્શન લેન્સમાં જેવી રીતે રેડ એલઇડીનો યૂઝ કર્યો તેવી જ રીતે તેણે અન્ય લેન્સમાં બ્લૂ એલઇડી પણ ડેવલપ કરી છે. આ બંને મિનિએચર એલઇડી લેન્સનો પર્વિઝે એવી રીતે યૂઝ કર્યો છે કે જેથી લેન્સ દ્વારા થ્રી-ડી વિઝ્યુઅલ્સ પણ જોઇ શકાશે. આમ, આવનારા દિવસોમાં થ્રી-ડી મૂવી જોવા માટે વપરાતા થ્રી-ડી ઓપ્ટિક્સની જગ્યાએ આવા લેન્સથી પણ કામ ચાલી જશે. હાલમાં એક તરફ થ્રી-ડી ટેલિવિઝન તૈયાર થઇ રહ્યાં છે, ત્યારે થ્રી-ડી લેન્સ એક ઇમ્પોર્ટન્ટ ઇનોવેશન બનશે તેવી શક્યાતાઓ છે, હાલમાં લેન્સના વિવિધ પાસાંઓ તથા તેની ક્ષમતાઓ અંગે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
No comments:
Post a Comment