FF Post :- 9
આંખોની સારવાર શક્ય ન હોય તેવા વિસ્તારોમાં સ્માર્ટફોન વડે આંખોની હાઈ રિઝોલ્યુશનવાળી તસવીરો આંખોના સર્જનને મોકલી સારવાર મેળવવાની વાત હવે શક્ય બની છે. સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના અભ્યાસકારોએ બે ઓછાર્ખિચત એડેપ્ટર શોધી કાઢયા છે જેને કારણે આ વાત હવે શક્ય બની છે.
- એડપ્ટરના ઉપયોગથી રેટિનાની તસવીરો ખેંચી શકાશે
યુનિર્વિસટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રોબર્ટ ચેંગે જણાવ્યું હતું કે, 'આ એડપ્ટર એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે જેથી દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે અને આંખોની તસવીરો લઈ તેને નિષ્ણાતોને મોકલી સારવાર મેળવી શકે.' આ સેવાને કારણે આંખની કાળજીની સેવામાં વધારો થશે, ઉપરાંત આ ટેકનોલોજીને કારણે આંખની સારવાર ન પ્રાપ્ત થતી હોય એવા વિસ્તારનાં લોકોને નિષ્ણાતોની સેવા મળી શકે છે.
સ્માર્ટફોનની મદદને કારણે આંખની સારવારને ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી જશે. આ સેવા સાથે એવા ક્ષેત્ર માટે મહત્ત્વની બની જશે જ્યાં આંખના નિષ્ણાતોની સંખ્યા ઘણી ઓછી છે અને તેમનાં સુધી દરેક લોકો પહોંચી શક્તા નથી. આજના સમયનાં સ્માર્ટફોનમાં હવે હાઈ રિઝોલ્યુશન તસવીરો ખેંચવાની ક્ષમતા છે અને તેનો ઉપયોગ કરી અમુક જ ક્ષણોમાં તસવીર અપલોડ કરી વિશ્વના કોઈપણ ક્ષેત્રમાં મોકલી શકાય છે. અગાઉની ટેકનોલોજીમાં આંખની આગળના હિસ્સાની તસવીરો જ પાડી શકાતી હતી. જો કે આ એડપ્ટરના કારણે આંખના આગળના હિસ્સાની સાથે-સાથે રેટિનાની તસવીરો પણ લઈ શકાશે તેવો અભ્યાસકારો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
No comments:
Post a Comment