FF Post :- 21
આજે માર્કેટમાં પહેરી શકાય તેવાં ગેજેટ્સ અને ટેકનોલોજીનો ક્રેઝ છે પણ આ પ્રકારનાં ડિવાઇસની શોધ ૩૦૦ વર્ષ પહેલાં ચીનમાં જ થઇ ગઇ હતી. ચીનમાં ૩૦૦ વર્ષ પહેલાં જેને કમ્પ્યૂટર તરીકે ઓળખવામાં આવતું હતું, તેનો ઉપયોગ ગણતરી માટે થતો હતો અને તેને વીંટીના આકારમાં બનાવવામાં આવ્યું હતું.
આ વીંટીમાં મણકા ફિટ કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ તે સમયે વેપારીઓ હિસાબ-કિતાબ માટે કરતા હતા. ૧.૨ સેમી લાંબી અને ૦.૭ સેમી પહોંળી આ વીટી આજે પણ કામ કરી શકે છે, જાણે કે કોઇ કમ્પ્યુટર હોય. આ વીટીનો ઉપયોગ ૧૬૪૪ દરમિયાન કરવામાં આવતો હતો, જોકે બાદમાં માર્કેટમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આવતા તેનો ઉપયોગ ઘટી ગયો.
No comments:
Post a Comment