FF Post :- 10
માસ્ટર ક્લોકવાળી આ ચીપ જીપીએસ સિસ્ટમ વગર પણ લોકેશન દર્શાવશે
જીપીએસ સિસ્ટમ એક એવી ટેક્નોલોજી છે જે આપણાં દરેકના જીવનનો એક ભાગ બની ગઇ છે. મોબાઇલ ફોન, કાર, બોટ્સ અને પ્લેનમાં સેટેલાઇટની મદદથી લોકેશન મેળવવા માટે આનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. યુએસ મિલિટરીએ એક એવી નાનકડી ચીપ વિકસાવી છે જે બેઝ સ્ટેશન પર નેટવર્કની ખર્ચાળ જરૂરિયાતને ઓછી કરે અને સાવ નાનકડાં સિક્કામાં પણ ફીટ કરી શકાય. આ નાનકડી ચીપમાં ત્રણ ગેરોસ્કોપ્સ, ત્રણ એસેલરોમિટર્સ અને માસ્ટર ક્લોક છે. આ ચીપને જ્યારે કોમ્યુટર સોફ્ટવેર સાથે જોડવામાં આવે છે ત્યારે તેની સિસ્ટમ કામ કરવાનું શરૂ કરી દે છે. રિસર્ચ એજન્સી ડીએઆરપીએના જણાવ્યા અનુસાર, આ ત્રણ ટૂલ્સને એકબીજાં સાથે કમ્બાઇન્ડ કરતાં ચીપ તમારાં ડાયરેક્શનને ટ્રેક કરવાની શરૂઆત કરી દે છે. ચીપની સાઇઝ જેટલી નાની છે તેટલી જ ઝડપથી તે લોકેશન સર્ચ કરે છે.
બુલેટ્સ અથવા મિસાઇલ્સમાં ફિટ થશે
આ ચીપમાં ત્રણ ગેરોસ્કોપ્સ અને ત્રણ એસેલેટરોમિટરથી બનેલી આ ચીપમાં હાઇલી એક્યુરેટ માસ્ટર ક્લોક છે. જે નક્કી કરેલા ટ્રેજેક્ટરીમાં નાના ડ્રોન્સ અને રોબોટ્સ સેટ કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત સૌથી વધુ પાવરફૂલ પોઝિશનવાળી સિસ્ટમ ડાઉન થઇ જાય ત્યારે સ્પોટ બેકઅપ મળી રહે તેવી સુવિધા પણ છે. આ ડિવાઇસ એટલી નાની છે કે તેને બુલેટ્સ અથવા નાનકડી મિસાઇલ્સમાં પણ ફીટ કરી શકાય છે. યુએસ મિલિટરીએ બનાવેલી આ ચીપ ૧૦ ક્યુબિક મિલિમિટર સુધી લઇ જઇ શકાય છે. કોઇપણ સોફ્ટવેરમાં તેની સાઇઝ અને વજનના કારણે તેને શેપમાં ફીટ કરી શકાય છે.
જીપીએસ સિસ્ટમ વગર કામ કરશે
ચીપના બંને સેન્સર અને ઇન્ટિગ્રેટેડ પેકેજ સ્ટ્રક્ચરલ લેયર સિલિકામાંથી બનાવવામાં આવ્યા છે. ચીપનું રિઝલ્ટ એટલું પાવરફૂલ છે કે જ્યારે જીપીએસ સિસ્ટમ અનઅવેલેબલ હોય અથવા શોર્ટ પિરિયડ જેવા કે, પર્સનલ ટ્રેકિંગ, હેન્ડહેલ્ડ નેવિગેશન, સ્મોલ ડાયામિટર, હેન્ડહેલ્ડ નેવિગેશન, સ્મોલ ડાયમિટર મ્યુનિશન અને સ્મોલ એરબોર્ન પ્લેફોર્મમાં અવેલેબલ ના હોય ત્યારે પણ આ ચીપ સરળતાથી લોકેશન અંગે માહિતી પુરી પાડશે. પિક્ચરમાં જે ચીપ દર્શાવવામાં આવી છે તે પ્રમાણે તેને લિંકન મેમોરિયલના નાનકડા સિક્કા પર મૂકવામાં આવી છે.
No comments:
Post a Comment