FF Post :- 13
હેલિકોપ્ટર મોડમાં ફ્લાય કરી શકતા અને રિચાર્જેબલ બેટરીથી ચાલતા વિશ્વના પહેલા ઇલેક્ટ્રિક ટિલ્ટ એરક્રાફ્ટને ઇટાલિયન કંપનીએ ડિઝાઇન કર્યું
એન્ગ્લો ઇટાલિયન હેલિકોપ્ટર કંપની ઓગ્સ્ટા વેસ્ટલેન્ડ દ્વારા દુનિયાનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક ટિલ્ટ-રોટર એરક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક હોવાને કારણે રોટર ઉડે ત્યારે કોઇ પણ પ્રકારનું એર પોલ્યુશન નથી ફેલાતું નથી. પ્રોજેક્ટ ઝીરો નામનું આ પ્રોટોટાઇપમાં ટિલ્ટ રોટેડ ટેક્નોલોજી છે જે તેને હેલિકોપ્ટરની માફક ર્વિટકલ ફ્લાઇંગ અને એરોપ્લેનની માફક ફોરવર્ડ ફ્લાઇટ પર્ફોર્મન્સ આપવામાં મદદરૂપ થાય છે. પ્લેનના બંને રોટર ફ્લાઇંગ દરમિયાન ઇચ્છિત ડાયરેક્શનમાં રોટેટ થઇ શકે છે.
ટિલ્ટ રોટર એરક્રાફ્ટનું અગાઉનું વર્ઝન એડબલ્યુ-૬૦૯ અને વી-૨૨ ઓસ્પ્રેમાં પાંખના અંતમાં એન્જિન આવેલું હતું. પ્રોજેક્ટ ઝીરોમાં રોટર રિચાર્જેબલ બેટરીથી ચાલશે જેને કોઇપણ ઓપરેટિંગ પોઝિશનમાં ચેન્જ કરી શકાશે. એરક્રાફ્ટ ગ્રાઉન્ડ ઉપર હોય તે દરમિયાન રોટરને હવાની દિશામાં રાખીને એરક્રાફ્ટની બેટરી ચાર્જ કરી શકાય છે. તે સિવાય એરક્રાફ્ટ ડિટેચેબલ આઉટર વિંગ છે, જેને કાઢી નાંખવામાં આવે તો પ્લેન હેલિકોપ્ટર મોડમાં આવે છે.
No comments:
Post a Comment