FF Post :- 11
ટેક્નોલોજી ક્ષેત્રની જાણીતી કંપનીઓમાં આજકાલ ટચ સ્ક્રીન સરફેસ લોન્ચ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. તે સ્પર્ધામાં ઝૂકાવતા ગૂગલે પણ તાજેતરમાં હાઇ રિઝોલ્યૂશન ટચ સ્ક્રીન લેપટોપ 'પિક્સેલ' લોન્ચ કર્યું છે. અગાઉ આ લેપટોપના ફીચર્સ વિશે ઘણી બધી અફવાઓ ચાલતી હતી. તે અફવાઓનો પણ અંત આવ્યો છે. ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતું 'પિક્સેલ' કંપનીના કી-બોર્ડ ધરાવતા અન્ય લેપટોપ અને ટચ સ્ક્રીન આઇપેડ કરતા અલગ પ્રકારનું છે. પાવર યૂઝર્સને ક્લાઉડ કમ્પ્યૂટિંગની દુનિયામાં લઇ જતું આ ગૂગલનું પ્રથમ લેપટોપ છે. ગૂગલે આ લેપટોપને એપલના 'મેકબુક' અને માઇક્રોસોફ્ટના 'સરફેસ પ્રો'ને ટક્કર આપવા લોન્ચ કર્યું છે. તેની ૧૨.૮૫ ઇંચની સ્ક્રીન ૨૫૬૦×૧૭૦૦ની હાઇ ડેફિનેશન સ્ક્રીન ૪.૩ મિલિયન પિક્સેલ્સનું રિઝોલ્યુશન આપે છે. તેની ખાસ પ્રકારની સ્ક્રીન રેટિના ડિસ્પ્લે ધરાવે છે અને તે ૧ ઇંચમાં ૨૩૯ પિક્સેલ ધરાવે છે.
એપલના મેકબુક પ્રોમાં ૧ ઇંચમાં ૨૨૦ જ પિક્સેલ હોય છે. તેનું વજન ૩.૩૫ પાઉન્ડ છે જે મેકબૂક પ્રો કરતાં એક પાઉન્ડ વધારે છે. તેમાં કોર-ૈ૫ પ્રોસેસર છે જેથી ઝડપી પ્રોસેસિંગ થાય છે. પાવર યૂઝર્સને આકર્ષવા માટે તેમાં ૧ ટેરાબાઇટ સુધીનું ત્રણ વર્ષ માટે ફ્રી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ ઓફર કરે છે. 'પિક્સેલ'ના બે વર્ઝન લોન્ચ કરાયા છે એક વાઇ-ફાઇ અને બીજું છે એલટીઇ. વાઇ-ફાઇ વર્ઝનમાં ૩૨ જીબી સોલિડ સ્ટેટ ડ્રાઇવ છે અને એલટીઇમાં ૬૪ જીબી. ગૂગલ દ્વારા તેના હાર્ડવેર મેકર્સનું નામ રિવિલ કરવામાં નથી આવ્યું પરંતુ તેને તાઇવાનમાં એસેમ્બલ કરવામાં આવ્યું છે. આ લેપટોપ ગૂગલના પ્લે સ્ટોર પરથી ખરીદી શકાશે.

No comments:
Post a Comment