Friday, 11 July 2014

હવે આવશે Smart Lenses , બ્લડ સુગરને મોનિટર કરશે

FF Post : - 28

માઇક્રોસોફ્ટનાંઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટ લેન્સ ગ્લુકોઝ ડિટેક્શનમાં હેલ્પફુલ



     આંખોનો રંગ પસંદ ના હોય અથવા ચશ્મા પહેરવા ન ગમતા હોય તેવા લોકો સ્ટાઇલ અને ક્મ્ફર્ટ માટે કોન્ટેક્ટ લેન્સ પહેરવાનું પસંદ કરતાં હોય છે. ટેક્નોલોજિકલ ડેવલપમેન્ટને કારણે કોન્ટેક લેન્સ દ્વારા વિઝન ક્લિયર બનાવવાની સાથે આવા લેન્સ બ્લડ શુગર લેવલનું ધ્યાન રાખશે, જે ડાયાબિટીસના પેશન્ટ પર ગ્લૂકોમાની અસર છે કે નહીં તે એક્ઝામિન કરશે. આવા સ્પેશિયલ લેન્સને 'ઇલેક્ટ્રોનિક લેન્સ' કહેવાય છે. 'ઇલેક્ટ્રોનિક લેન્સ'નો કોન્સેપ્ટ વર્ષ ૨૦૦૮માં સૌ પ્રથમવાર વોશિંગ્ટન યુનિવર્સિટીના બબાક પર્વિઝે રજૂ કર્યો હતો. તેણે લેન્સમાં રેડ એલઇડીનો યૂઝ કર્યો હતો. ત્યારબાદ ડાયાબિટિક પેશન્ટ્સ માટે પણ આ ટેક્નોલોજીનો યૂઝ થઇ શકે તેવો આઇડિયા બબાકને આવ્યો અને તેણે પોતાના જૂના પ્રોટોટાઇપને આધારે નવા લેન્સ ડિઝાઇન કર્યા. તેમની આ રિસર્ચ સાથે સોફ્ટવેર જાયન્ટ માઇક્રોસોફ્ટ જોડાયું છે, માઇક્રોસોફ્ટના રિસર્ચર ડેન્સે ટેન, બબાક પર્વિઝ સાથે કામ કરી રહ્યા છે. 
ઇલેક્ટ્રોનિક લેન્સ આ રીતે કામ કરશે

     ઇલેક્ટ્રોનિક લેન્સના કોન્સેપ્ટને સમજાવતા બબાક પર્વિઝ કહે છે કે,'આંખો અત્યંત સેન્સિટિવ છે. અમે લેન્સની સાથે ગ્લૂકોઝ સેન્સર ફીટ કર્યા છે. આ સેન્સર આંખમાં આંસુ આવે ત્યારે એક્ટિવ થઇ જાય છે, અને આંસુમાં રહેલા ગ્લૂકોઝના પ્રમાણને ડિટેક્ટ કરે છે. લેન્સના સિગ્નલ રિસિવ કરી શકે તેવું વાયરલેસ ડિવાઇસ ડિઝાઇન કર્યું છે, જેના આધારે બ્લડમાં રહેલું ગ્લૂકોઝનું પ્રમાણ ગમે તે સમયે જાણી શકાશે. બ્લડ અને આંસુમાં ગ્લૂકોઝનું પ્રમાણ સરખું છે, આથી શરીરમાં ગ્લૂકોઝનું લેવલ જાણવામાં લેન્સ હેલ્પ કરશે. 
જે ડાયાબિટિક લોકોને દર્દભર્યા ગ્લૂકોઝ ડિટેક્શન ટેસ્ટમાંથી છૂટકારો અપાવશે.'
ઇલેક્ટ્રોનિક લેન્સની ટેક્નિક હેલ્પફુલ બનશે થ્રી-ડી લેન્સમાં

     બબાક પર્વિઝે ગ્લૂકોઝ ડિટેક્શન લેન્સમાં જેવી રીતે રેડ એલઇડીનો યૂઝ કર્યો તેવી જ રીતે તેણે અન્ય લેન્સમાં બ્લૂ એલઇડી પણ ડેવલપ કરી છે. આ બંને મિનિએચર એલઇડી લેન્સનો પર્વિઝે એવી રીતે યૂઝ કર્યો છે કે જેથી લેન્સ દ્વારા થ્રી-ડી વિઝ્યુઅલ્સ પણ જોઇ શકાશે. આમ, આવનારા દિવસોમાં થ્રી-ડી મૂવી જોવા માટે વપરાતા થ્રી-ડી ઓપ્ટિક્સની જગ્યાએ આવા લેન્સથી પણ કામ ચાલી જશે. હાલમાં એક તરફ થ્રી-ડી ટેલિવિઝન તૈયાર થઇ રહ્યાં છે, ત્યારે થ્રી-ડી લેન્સ એક ઇમ્પોર્ટન્ટ ઇનોવેશન બનશે તેવી શક્યાતાઓ છે, હાલમાં લેન્સના વિવિધ પાસાંઓ તથા તેની ક્ષમતાઓ અંગે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

Sunday, 6 July 2014

How To Remove Virus In Your Pendrive Using CMD(Without Antivirus).

FF Post : - 27

Remove Virus Using CMD.

Remove Virus Using CMD.


Hey friends.
     If your PC is slow and your files in the computer are infected by the viruses but your antivirus can not find them or you haven't any antivirus because of very expensive software then don't be sad you are come at the right place in this post. I will tell about how to remove virus without any antivirus or to remove viruses using CMD (Command Prompt).

     This post tell you about remove viruses from pen drive and shortcut virus that infected your files.
for remove viruses follow this steps:

How to remove pen drive or any local drive virus using cmd.


*If your drive is infected with any of the following viruses :


=> Autorun.inf
=> new folder.exe
=> Iexplorer.vbs
=> New_Folder.exe
=> or any files with extension

Step 1 : - Type cmd in Run.
Step 2  : - Go to the drive on which pen drive is connected.
Step 3 : - type same as attrib -s -h - -r /s /d

Remove Shortcut Virus.


Step 1 : - Type cmd in Run.
Step 2 : - Switch to the drive where the shortcut virus are located.
Step 3 : - Type this command : del *.lnk and press Enter.

Friday, 4 July 2014

sleep() in JavaScript

FF Post : - 26

sleep()

     PHP has a sleep() function, but JavaScript doesn't. Well, this is because it's useless, you might say, and you'll be right. But for simulating heavy processing and for misc performance measurements, it could be useful. So here's how you can go about creating a sleep() in JavaScript.

Code:

function sleep(milliseconds) {
  var start = new Date().getTime();
  for (var i = 0; i < 1e7; i++) {
    if ((new Date().getTime() - start) > milliseconds){
      break;
    }
  }
}


Usage :

Sleep for 1 second (1000 milliseconds):
sleep(1000);

Sunday, 29 June 2014

Air-mouse

FF Post : - 25

 New technology like Air-mouse also use gesture to identify all king of input device signal for computer.



     This kind technology is evaluated by many small electronics company and they also launched many different prototype of laser keyboard and laser mouse.


 If technology is evolving with each passing minute then why should the gadgets and accessories remain square and orthodox? Catching up the technological evolution, Canadian firm Deanmark Ltd has come up with a revolutionary computer mouse that invariably becomes an integral part of your body. Hailed as the “Air-Mouse,” the radical mouse can be worn on your hand like a glove, allowing easy as well as brisk web navigation. Integrating a right and left click mouse buttons in the palm, the Air-Mouse comes equipped with optical tracking laser that lasts for a week on single charge.



In comparison to the conventional mice, the Air-Mouse reduces the excessive force in a huge way, as it aligns itself with the user’s hand and wrist ligaments to keep the hand in a neutral position. Moreover, the user can type on the keyboard with ease without removing the glove. The wearable mouse will be available for a reasonable $129 by the end of the year.

Tuesday, 24 June 2014

ટર્મિનેટર સ્ટાઇલ બાયોનિક ઇયર

FF Post : - 24



લિવિંગ સેલ્સ અને હ્યુમન બોડી સ્ટથી બનાવવામાં આવેલા સાયબરમેન ઇયર સામાન્ય કરતાં વધારે ફ્રિકન્સી પર કામ કરે છે
    હોલિવૂડ ફિલ્મ 'ટર્મિનેટર'માં જે મશીન્સ ઉપયોગમાં લેવામાં આવ્યા છે તે સાયબર નેટિક્સથી બનાવવામાં આવ્યા છે. આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે ફિલ્મમાં ટી-૮૦૦ મોડલ નંબર ૧૦૧નું કેરેક્ટર પ્લે કર્યુ છે. જે જ્હોન કોનોરને કહે છે કે, 'આઇ એમ સાયબર નેટિક ઓર્ગેનિઝમ. ધાતુથી બનાવવામાં આવેલું એવું કંકાલ જેમાં મેટલની પેશીઓ હોય છે.' ફિલ્મના આ જ ભાગથી ઇન્સપાયર્ડ થઇને લિવિંગ સેલ્સ અને હ્યુમન બોડી સર્કિટની મદદથી 'સાયબરમેન' ઇયર બનાવવામાં આવ્યા છે. કાનમાં આવેલી ખરાબીને પહોંચી વળવા માટે હિયરિંગ મશીન અવેલેબલ છે. પણ અહીં એવા બાયોનિક ઇયરની વાત થઇ રહી છે જે સામાન્ય કરતાં વધારે માત્રામાં રેડિયો ફ્રિકન્સી સાંભળી શકે છે. અદ્દલ કાન જેવા આકાર માટે તેમાં હ્યુમન સેલ્સનો ઉપયોગ થયો છે.
રેડિકલ થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી 
     પ્રિન્સટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલાં આ પ્રોસ્થેટિક ઇયરમાં રેડિકલ થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક્સ લગાડવામાં આવ્યા છે. રિસર્ચર્સે તેમાં સોલિડ પ્લાસ્ટિકમાં હાઇ ડેન્સિટી કોલાજન જેલ, અને કાર્ટિલાજ સેલ્સ સાથે કોલાજન મેટ્રિક્સનો ઉમેરો કર્યો છે. બાયોનિક ઇયર ફંક્શનલ ઓર્ગન છે જે માનવક્ષમતાની પ્રતિકૃતિ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સની મદદથી તૈયાર કરવામાં આવેલા હાઇ ડેન્સિટી ઇયર છે.

Friday, 20 June 2014

સ્માર્ટ ફોનની ચોરી અટકાવવા 'કિલ સ્વિચ' ઉપયોગી થશે.

FF Post :- 23



     સ્માર્ટફોનની ચોરીના કિસ્સા વધતાં મોબાઇલ ફોનધારકો અને કંપનીઓમાં ચિંતા વ્યાપી છે, પરંતુ હવે એક કી 'કિલ સ્વિચ'ના આધારે ચોરાયેલો ફોન નકામો બની જશે. ગૂગલ અને માઇક્રોસોફ્ટની'કિલ સ્વિચ' વિશ્વની ત્રણ સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ બની જશે. મોબાઇલ કંપનીઓએ પણ આ સ્વિચને મોબાઇલની ચોરી અટકાવવાનો વિકલ્પ ગણાવ્યો છે, તો એપલ અને સેમસંગ કંપની કેટલાક મોબાઇલ ફોનમાં આ ફીચર મૂકી રહી છે.
     સ્માર્ટફોનની ચોરીની વધતી ઘટનાઓને પગલે નીતિવિષયકોએ'સિક્યોર ઓવર સ્માર્ટ ફોન' નામનું અભિયાન શરૃ કર્યું છે, જેના ભાગરૃપે તેઓએ ટેક્નિકલ કંપનીઓને આ અંગે પગલાં લેવાં કહ્યું હતું. ન્યૂ યોર્કના એટર્ની જનરલે અહેવાલમાં જણાવ્યું છે કે, 'એક સક્રિય 'કિલ સ્વિચ'નો વિકલ્પ સરળતાથી વેચાતાં મોંઘાં મલ્ટિમીડિયા ઉપકરણને નકામાં બનાવી દેશે.' અધિકારઓએ કરેલા દાવા પ્રમાણે ગત સપ્ટેમ્બરમાં એપલના આઇઓએસ૭ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલતા તમામ આઇફોનમાં એક્ટિવેશન લોક મૂકવામાં આવ્યાં છે ત્યારથી મોબાઇલ ફોનની ચોરીમાં ઘટાડો થયો છે.
     ન્યૂ યોર્કના એટર્ની જનરલના અહેવાલ અનુસાર ૨૦૧૪ના પ્રથમ પાંચ મહિનામાં ન્યૂ યોર્ક શહેરમાં એપલનાં ઉપકરણોની ચોરીમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન, એપલે આ ફીચર શરૃ કર્યું ત્યારે લંડનમાં આઇફોનની લૂંટ સંબંધી ઘટનાઓમાં ૨૪ ટકા અને સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ છ મહિનમાં અગાઉના છ મહિનાની સરખામણીમાં ૩૮ ટકાનો ઘટાડો થયો છે.
આ ફીચર સંપૂર્ણપણે સુરક્ષિત નથી
     ફ્રોસ્ટ એન્ડ સુલીવનના મુખ્ય નિદેશક મનોજ મેનને આ પગલાંને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે, 'આ એક સારું પગલું છે અને મોબાઇલચોરીની ઘટનાઓ ઓછી કરવામાં આ સિસ્ટમ લાંબા સમય સુધી અધિકારીઓને મદદરૃપ થશે, જોકે આ સંપૂર્ણપણે સુરક્ષિત વ્યવસ્થા નથી, કારણ કે, ચોર ફોનના પાટ્ર્સ અને બાકીની વસ્તુઓ વેચી શકે છે.'
'કિલ સ્વિચશું છે?
-> એક હાર્ડ 'કિલ સ્વિચ' ચોરીનાં ઉપકરણને કાયમી રીતે નકામું બનાવી દે છે.
-> એક સોફ્ટ 'કિલ સ્વિચ' માત્ર ઉપયોગ કરનારી અનધિકૃત વ્યક્તિ માટે ફોન નકામો બનાવે છે.

Tuesday, 13 May 2014

smell-o-vision TV

FF Post :- 22



સ્ક્રીનમાં જે પ્રકારનો સીન હશે તે પ્રકારની સ્મેલ આવશે
          શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે ટીવીમાંથી સુગંધ આવે! સાંભળવામાં ભલે આ વાત નવાઈ પમાડે તેવી હોય પણ સત્ય છે. આવનારા દિવસોમાં બજારમાં સુગંધ ફેલાવનારા ટીવી આવશે. હાલ ઇલેક્ટ્રોનિક્સ બજારમાં અનેક ફેસિલિટીવાળા હોમ થિયેટર ઉપલબ્ધ છે. જેમાં શાર્પ એચડી ટેલિવિઝન અને મૂવીઝમાં ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ તો મળશે પણ તેની સાથે સાથે તમે ઇન્ટરનેટ પર જે જુઓ કે સાંભળો છો તે હવે આ ટીવીમાં પણ એન્જોય કરી શકશો.
         'સ્મેલ ઓ વિઝન' ટીવીમાં મળનારી આવી ફેસિલિટીઝ હાલના કોઈ હોમ સેટઅપમાં નથી. જાપાનની એક રિસર્ચ ટીમે કરેલા સંશોધનો પછી ભવિષ્યમાં ૧૧ પ્રકારના હર્બ અને સ્પાઇસીસની સુગંધ આવે તેવા ટીવી બજારમાં જોવા મળે તેવી સંભાવના છે. જેમ રૂના પૂમડાને અત્તરમાં પલાળીને પંખા નીચે મુકવાથી થોડી જ વારમાં તેની સુગંધ પ્રસરાઈ જાય છે તેવું જ કંઇક આ ટીવીમાં હશે. 
         'સ્મેલ ઓ વિઝન' માં સેન્ટેડ ઓઈલવાળું બોક્સ અને પંખા જેવું  સ્પ્રેડિંગ મિકેનિઝમ હશે. કાર્યક્રમ શરૂ થતાં બોક્સને એક સિગ્નલ મળશે એટલે તેમાંથી સુગંધ આવશે. માની લો કે તમે વીડિયો ગેમ શરૂ કરો, જે સેટઅપ બોક્સને ઓશનની સુગંધ માટેનો મેસેજ મોકલે તો તેની સુગંધ આવશે. જો ક્યારેક મેસેજમાં મોકલાયેલી સુગંધનું ઓઈલ ખલાસ થઈ ગયું હોય તો બીજા ઓઇલ મિક્સ થઈને તેની નજીકની સુગંધ ફેલાવે તેવી ફેસિલિટી પણ તેમાં છે.
મિકેનિઝમ અઘરું છે

         આ ટીવીના મોનિટમાંથી સ્મેલ નથી આવતી પણ સ્ક્રીન પર સ્મેલ ઓબ્જેક્ટ હોય ત્યાં ક્લિક કરવાથી સુગંધ આવે છે. રિસર્ચર્સનું કહેવું છે કે 'સ્મેલ ઓ વિઝન' ટીવામાં સેન્ટેડ ઓઈલને રિપ્લેસ કરવાનું અને મૂવી કે ગેમ વખતે ચોક્કસ સુંગધ ફેલાય તે માટેની મેકેનિઝમ તૈયાર કરવાનું ટેક્નિકલ સજ્જતા માગી લે તેવું છે.

Sunday, 23 March 2014

૩૦૦ વર્ષ પહેલાંનું પહેરી શકાય તેવું કમ્પ્યૂટર

FF Post :- 21

          આજે માર્કેટમાં પહેરી શકાય તેવાં ગેજેટ્સ અને ટેકનોલોજીનો ક્રેઝ છે પણ આ પ્રકારનાં ડિવાઇસની શોધ ૩૦૦ વર્ષ પહેલાં ચીનમાં જ થઇ ગઇ હતી. ચીનમાં ૩૦૦ વર્ષ પહેલાં જેને કમ્પ્યૂટર તરીકે ઓળખવામાં આવતું હતુંતેનો ઉપયોગ ગણતરી માટે થતો હતો અને તેને વીંટીના આકારમાં બનાવવામાં આવ્યું હતું.

          આ વીંટીમાં મણકા ફિટ કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ તે સમયે વેપારીઓ હિસાબ-કિતાબ માટે કરતા હતા. ૧.૨ સેમી લાંબી અને ૦.૭ સેમી પહોંળી આ વીટી આજે પણ કામ કરી શકે છેજાણે કે કોઇ કમ્પ્યુટર હોય. આ વીટીનો ઉપયોગ ૧૬૪૪ દરમિયાન કરવામાં આવતો હતોજોકે બાદમાં માર્કેટમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આવતા તેનો ઉપયોગ ઘટી ગયો.

Friday, 21 March 2014

સમગ્ર વિશ્વને WIFI થકી ફ્રી ઈન્ટરનેટ સેવા અપાશે

FF Post :- 20

- અમેરિકાની એક કંપની દ્વારા પહેલ કરાઈ

- ઈન્ટરનેટથી વંચિત વિશ્વના 40% લોકો માટે વરદાન રૂપ


           છેલ્લા કેટલાય વર્ષોથી ટેકનોલોજી ક્ષેત્રે થયેલ શોધોએ દુનિયાને અતિ આધુનિક બનાવી દીધી છે. એક સમયે અશક્ય લાગતી ઘટના હવે 21મી સદીના માણસ માટે સામાન્ય બની ગઈ છે. થોડા દિવસ અગાઉના એક અહેવાલ મુજબ અમેરિકાની એક કંપની આખા વિશ્વને ફ્રી WIFI આપવાની યોજના  બનાવી રહી છે. આ ઉપરાંત અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરાયું હતું કે કંપનીની ફ્રી WIFI સેવા પાછળનો મુખ્ય હેતુ ઈન્ટરનેટથી વંચિત લોકોને ફ્રી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાનો છે.

     હાલમાં વિશ્વના હજુ 40% લોકો ઈન્ટરનેટથી વંચિત છે જેનું કારણ એ છે કે ઈન્ટરનેટ ટેકનોલોજી વિશ્વના અમુક અંતરિયાળ સ્થળો સુધી સરળતાથી નથી પહોચાડી શકાતી. આ સમસ્યાને દુર કરવા હવે સેટેલાઈટ દ્વારા જ ફ્રી WIFI સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવી છે.

Music Beta

FF Post :- 19


        એન્ડ્રોઇડ પ્લેટફોર્મવાળા ડિવાઇસમાં મ્યુઝિક બિટા પોપ્યુલર એપ છે,પરંતુ હાલમાં ખાલી તે યુએસમાં અવેલેબલ છે. મ્યુઝિક બિટા માટે ગૂગલે ક્લાઉડ મ્યુઝિક સર્વિસ શરૂ કરી છે. જો તમે આ એક્સક્લૂઝિવ ક્લબના મેમ્બર બની જશો તો આ એપ દ્વારા તમે મનપસંદ મ્યુઝિક સીધા તમારા સ્માર્ટફોનમાં અપલોડ કરી શકો છો. જો ક્લાઉડ મ્યુઝિકની ફેસિલિટી અવેલેબલ ન હોય તો આ એપ્લિકેશન નોર્મલ મ્યુઝિકસ પ્લેયર તરીકે કામ કરશે. મ્યુઝિક બિટાને કારણે તમે મોબાઇલમાં પણ ડેસ્કટોપ જેવો વ્યૂ જોઇ શકશો.
        તે સિવાય મ્યુઝિક બિટામાં કવર ફ્લો જેવું ફીચર છે જેની મદદથી તમારાં આલ્બમ ઓપ્શન પર ડાયરેક્ટ જઇ શકો છો. આ સિવાય તેમાં અન્ય ઓપ્શન પણ છે જેમકે ઇન્સન્ટ મિક્સ, પ્લેલિસ્ટ ક્રિએશન અને ર્સિંચગ. આ એપ્લિકેશન તમારાં ૩-જી ડેટા પ્લાન પર ચાલશે તેથી ૩-જીને બદલે તમે વાઇ-ફાઇ કનેક્ટિવિટી દ્વારા એપ યૂઝ કરી શકો છો. મ્યુઝિક બિટા સિવાય અત્યારે માર્કેટમાં અન્ય મ્યુઝિક એપ પણ ઉપલબ્ધ છે. તેમ છતાં તેના ડાઉનલોડ ચાર્જિસ અને અન્ય સર્વિસ જોતાં મ્યુઝિક બિટા એકદમ બેસ્ટ ઓપ્શન સાબિત થશે.

Wednesday, 19 March 2014

TimeRabbit (ફેસબુક યૂઝેજનું મોનિટરિંગ કરતું સોફ્ટવેટ)

FF Post :- 18



ફેસબુકમાં લોગઇન કર્યા પછી કેટલાંય કલાકો ક્યાં વીતી જાય તેની ખબર જ નથી પડતી. ફ્રેન્ડ્સની પોસ્ટને વાંચવામાં, સ્ટેટસ અપલોડ કરવામાં, કમેન્ટ લાઇક અને શેર કરવામાં તમે દિવસમાં, સપ્તાહમાં અને મહિનામાં કેટલો સમય પસાર કરો છો તે જાણવાની ઇચ્છા થાય તો તે માટે એક ર્સિવસની મદદ લઇ શકો છો. બ્રેકપોઇન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ 'ટાઇમરેબિટ' દ્વારા ફેસબુક પર તમે કેટલો ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છો તે આસાનીથી જાણી શકશો.
માત્ર વિન્ડોઝ પ્લેટફોર્મ પણ કામ કરતી આ એપ્લિકેશન તમારા ફેસબુક યૂઝેજનું મોનિટરિંગ કરે છે, આ એપ્લિકેશન પ્રમાણે એવરેજ યૂઝર ફેસબુક પર મહિનાના સરેરાશ ૭ કલાક વીતાવે છે. 'ટાઇમરેબિટ' એપ્લિકેશનમાં એવા પણ અન્ય પ્લગઇન્સ છે, જે તમારી ઓનલાઇન હેબિટ્સની સ્ટડી કરે છે. 'ટાઇમરેબિટ'ને તમે ડેસ્કટોપ પર સ્ટોર કરી શકો છો અને તે મોટાભાગના દરેક ઇન્ટરનેટ બ્રાઉઝર્સ સાથે કોમ્પિટિબલ છે. જ્યારે તમે ફેસબુકમાં લોગ ઇન કરો છો ત્યારે તે એપ્લિકેશન ઓટોમેટિક સ્ટાર્ટ થઇ જાય છે, તમે ફેસબુક પરથી બીજી સાઇટ પર પણ જાઓ તેનું પણ ટાઇમરેબિટ ધ્યાન રાખે છે.

Tuesday, 18 March 2014

ટૂંક સમયમાં શરૂ થશે ભારતમાં 5G સેવા, ફિલ્મ ડાઉનલોડ થશે સેકંડોમાં

FF Post :- 17

આધુનિક ટેકનોલોજીનાં સમયમાં ફાસ્ટર બનશે 5G સેવા, ડાઉનલોડ થશે ફાઇલો ફટાફટ અને ઉત્તમ રીતે.



          આજનાં ટેકનોલોજીનાં યુગમાં અદ્યતન ટેકનોલોજી સાથે 5G સેવા ટૂંક જ સમયમાં લોન્ચ કરવામાં આવશે. ભારતમાં 3G સેવાનો દબદબો છે અને 4Gથી રૂબરૂ થઈ રહ્યા છીએ ત્યારે ભારતમાં આગામી થોડા મહિનાઓમાં જ 5G ટેક્નિક લોન્ચ થનારી છે. મહત્ત્વપૂર્ણ છે કે 5G મોબાઈલ ફોન 800 એમબી સુધીની ફાઈલ માત્ર એક સેંકડમાં જ ડાઉનલોડ કરી શકાશે.

          ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં 4G સેવામાં આટલી એમબીની ફાઈલને અપલોડ કરવામાં 40 સેકંડનો સમય લાગે છે એટલેકે 5G ટેક્નિક 40 ગણી ઝડપે કામ કરશે. તેનો સીધો જ અર્થ એવો છે કે આ ટેક્નિક આવવાથી કોઈપણ ફિલ્મ ડાઉનલોજ કરવામાં માત્ર બે સેંકડ જેટલો જ સમય લાગશે. સામાન્ય રીતે હિન્દી ફિલ્મો 1500 એમબીની હોય છે, જેને ડાઉનલોડ કરવામાં 3G યૂઝર્સને 80 સેંકડનો સમય લાગે છે.

          વધુમાં આ ટેક્નિકની જાણકારી આપતા યૂરોપિયન ટેલિકોમ્યુનિકેશન્સ સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટના ડીજી લૂઈસ જોર્જ રોમેરોએ ઉમેર્યુ હતું કે, તેની સંસ્થાએ વિશ્વને GSM સેવા આપી છે. સંસ્થા હવે,ભારતમાં 5G સેવા લાવવાના પ્રયાસમાં લાગ્યા છીએ.


Monday, 17 March 2014

India Election Tracker (ફેસબૂકે લોન્ચ કર્યુ).

FF Post :- 16


- Usersને ઉમેદવારોની અપડેટની જાણકારી મળશે

- ફેસબૂક પણ લોકસભાની ચૂંટણીને અવગણી શકે તેમ નથી


      સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ફેસબૂક માટે પણ ભારતના ઈલેક્શન ઘણુ મહત્વ રાખે છે.ફેસબૂકે લોકસભાની ચૂંટણી માટે ઈન્ડિયા ઈલેક્શન ટ્રેકર લોન્ચ કર્યુ છે.જે ફેસબૂક યુઝર્સને તેમના ઉમેદવારની હિલચાલથી માહિતગાર રાખશે.

          લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે લોકસભાની ચૂંટણીની સોશ્યલ સાઈટ્સ પર પણ એટલી જ ચર્ચાઓ થતી હોવાથી ફેસબૂકે નવી સુવિધા આપી છે.તેના પર ચુંટણીની ચર્ચાઓ અને હિલચાલની લાઈવ જાણકારી મળી શકશે.ભારતમાં ફેસબૂક પર દર મહિને 9 કરોડ જેટલા લોકો સર્ફિંગ કરતા હોય છે.તેવા સંજોગોમાં ફેસબૂક પણ લોકસભાની ચૂંટણીને અવગણના કરવા માંગતુ નથી.

        આ પહેલા ફેસબૂક લાઈવ ટોક્સની શરુઆત કરી ચુક્યુ છે.જેમાં મતદારોને વિવિધ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ સાથે લાઈવ ચેટીંગ કરવાનો મોકો મળશે.

Sunday, 16 March 2014

Ear Computer (કાનમાં પહેરી શકાય તેવુ કોમ્પ્યુટર).

FF Post :- 15


જાપાનીઝ સંશોધકો 2015 ક્રીસમસમાં કોમ્પ્યુટરને લોન્ચ કરશે.

17 ગ્રામ વજનનુ કોમ્પ્યુટર આંખના પલકારાથી ઓપરેટ કરી શકાશે.



          જાપાનીઝ સંશોધકો કાનમં પહેરી શકાય તેવુ સાવ ટચૂકડુ કોમ્પ્યુટર વિકસાવી રહ્યા છે.આ સંશોધન કદાચ આગામી વર્ષોમાં કોમ્પુયટરની દુનિયા બદલી નાંખશે.

          કાનમં પહેરી શકાય તેવા આ કોમ્પ્યુટરનુ વજન હશે માત્ર 17 ગ્રામ અને તે આંખના પલકારા અને જીભનો ચટકારો લઈને પણ કન્ટ્રોલ કરી શકાશે.કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ગૂગલ ગ્લાસને લઈને ખાસી ઉત્સુકતા છે ત્યારે આ કોમ્પ્યુટર પણ તેના જેવી ઉત્સુકતા જગાવી શકે છે.

          જાપાનીઝ કોમ્પ્યુટર એન્જીનીયર્સ કોમ્પ્યુટરમાં માઈક્રોચીપ મુકવામાં માંગે છે.હીરોશીમા સીટી યુનિવર્સીટીના સંશોધકો કહે છે કે તેમાં સોફ્ટવેર પણ અપલોડ કરી શકાશે.આ કોમ્પ્યુટરને જીપીએસ અને બ્લુટુથ વડે હાથમાં લહેલા આઈપોડ કે બીજા કોઈ ટેબ્લેટ સાથે કનેક્ટ કરી શકાશે.એ બાદ ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાના ચહેરાના હાવભાવથી કોમ્પ્યુટરના સોફ્ટવેરનો પોતાના હાથમાં રહેલા ગેઝેટમાં ઉપયોગ કરી શકશે.

જાપાન આ કોમ્પ્યુટરને 2015ના ક્રિસમસ તહેવારો વખતે માર્કેટમાં મુકવા માંગે છે.

Saturday, 15 March 2014

હવે આટલું નાનું મોબાઇલ ચાર્જર સમાઇ જશે તમારા પોકેટમાં પણ...

FF Post :- 14



          મોબાઇલ ફોનની બેટરી વારે-ઘડીએ ઉતરી જવી એ એક મોટી સમસ્યા છે ખાસ કરીને જયારે તમે એવી જગ્યાએ હો જ્યાં ચાર્જિંગ નો ઓપ્શન જ ના હોય. આવા સમયે તમે દુનિયાથી અદ્રશ્ય થઇ જાવ છો અને કોઇવાર મહત્વની વાતોથી અજાણ રહી જાવ છો.પરંતુ હવે આ સમસ્યાનો કાયમી ઇલાજ મળી ગયો છે અને તે ક્રેડિટ કાર્ડની નાનકડી સાઇઝનું એક ટ્રાવેલ કાર્ડ ઉપલબ્ધ થશે. આ કાર્ડને આપ પોતાનાં પોકેટમાં પણ રાખી શકો છો. આ ટ્રાવેલ કાર્ડને આઇફોનનાં લાઇટનિંગ ઓપ્શનથી પણ ચાર્જ કરી શકાય છે અને અન્ય હેન્ડસેટને USB ઓપ્શનથી કરી શકાય છે. આ ટ્રાવેલ કાર્ડને ગો ડિઝાઇન કંપનીએ બનાવ્યા છે અને આ કિકસ્ટાર્ટર પર લિસ્ટેડ છે.

          ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોનની બેટરી વધુ નથી ચાલતી અને કોઇ વાર તો દિવસમાં ઓછામાં ઓછું એક કે બે વાર તો ચાર્જ કરવું જ પડે છે. આનો ઉપાય એ જ છે કે એક તો તમે એક વધારાની બેટરી રાખો અથવા તો ઇમરજન્સી ચાર્જર રાખો.ઇમરજન્સી ચાર્જર ભારેખમ હોય છે પરંતુ ટ્રાવેલ કાર્ડ હલકા હોય છે. આ પોકેટમાં આસાનીથી ફીટ થઇ શકે છે અને આપનાં સ્માર્ટફોનને સરળતાથી રીચાર્જ પણ કરી દેશે.

          આ કાર્ડ લગભગ 4.77મી.મી.પાતળું છે અને આનું વજન માત્ર 56.7ગ્રામ છે. આની અંદર 1300mAH ની બેટરી હોય છે અને 5 કલાક સુધી ટોકટાઇમ આપી શકે છે. આ 98 કલાક સુધી સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આ લગભગ 75 મિનિટોમાં ચાર્જ થઇ શકે છે.જો તમે આઇફોન વાપરતા હોવ તો અને એન્ડ્રોઇડ ફોન પણ જો વાપરતા હોવતો પણ ,આપે બે કાર્ડ ખરીદવા પડશે. બેય હેન્ડસેટ માટે અલગ પ્રકારનાં ચાર્જર છે.ભારતમાં લગભગ 3,000 રૂપિયા તેની મૂળભૂત કિંમત હશે.આ કાર્ડને એપ્પલ ઇંન્કએ સ્વિકૃતિ આપી છે. આ કાર્ડ ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ થશે.

Friday, 14 March 2014

Project Zero: વિશ્વનું સૌથી પહેલું ઇલેક્ટ્રિક ટિલ્ટ રોટર.

FF Post :- 13


હેલિકોપ્ટર મોડમાં ફ્લાય કરી શકતા અને રિચાર્જેબલ બેટરીથી ચાલતા વિશ્વના પહેલા ઇલેક્ટ્રિક ટિલ્ટ એરક્રાફ્ટને ઇટાલિયન કંપનીએ ડિઝાઇન કર્યું
        એન્ગ્લો ઇટાલિયન હેલિકોપ્ટર કંપની ઓગ્સ્ટા વેસ્ટલેન્ડ દ્વારા દુનિયાનું ફર્સ્ટ ઇલેક્ટ્રિક ટિલ્ટ-રોટર એરક્રાફ્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક હોવાને કારણે રોટર ઉડે ત્યારે કોઇ પણ પ્રકારનું એર પોલ્યુશન નથી ફેલાતું નથી. પ્રોજેક્ટ ઝીરો નામનું આ પ્રોટોટાઇપમાં ટિલ્ટ રોટેડ ટેક્નોલોજી છે જે તેને હેલિકોપ્ટરની માફક ર્વિટકલ ફ્લાઇંગ અને એરોપ્લેનની માફક ફોરવર્ડ ફ્લાઇટ પર્ફોર્મન્સ આપવામાં મદદરૂપ થાય છે. પ્લેનના બંને રોટર ફ્લાઇંગ દરમિયાન ઇચ્છિત ડાયરેક્શનમાં રોટેટ થઇ શકે છે.
      ટિલ્ટ રોટર એરક્રાફ્ટનું અગાઉનું વર્ઝન એડબલ્યુ-૬૦૯ અને વી-૨૨ ઓસ્પ્રેમાં પાંખના અંતમાં એન્જિન આવેલું હતું. પ્રોજેક્ટ ઝીરોમાં રોટર રિચાર્જેબલ બેટરીથી ચાલશે જેને કોઇપણ ઓપરેટિંગ પોઝિશનમાં ચેન્જ કરી શકાશે. એરક્રાફ્ટ ગ્રાઉન્ડ ઉપર હોય તે દરમિયાન રોટરને હવાની દિશામાં રાખીને એરક્રાફ્ટની બેટરી ચાર્જ કરી શકાય છે. તે સિવાય એરક્રાફ્ટ ડિટેચેબલ આઉટર વિંગ છે, જેને કાઢી નાંખવામાં આવે તો પ્લેન હેલિકોપ્ટર મોડમાં આવે છે.

Thursday, 13 March 2014

માઈન્ડ કંટ્રોલર મોબાઈલ ડિવાઈસ

FF Post :- 12



          સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. લોકોના વિચારોની મદદથી સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. જે વ્યક્તિના વિચારોથી માઇન્ડ કંટ્રોલ સેમસંગ ગેલેક્સી નોટ કંટ્રોલ કરવામાં આવશે તે એપ્લિકેશન લોન્ચ કરી શકશે, મ્યૂઝિક ડાઉનલોડ કરી શકશે અને ટેબ્લેટને ઓન અને ઓફ કરી શકશે. આ માટે ટેસ્ટરને એક કેપ ઇક્વિપમેન્ટ ઇઇજી-મોનિટરિંગની સાથે આપવામાં આવશે. જેથી તેમની એક્શન ગેજેટ્સ સુધી પહોંચાડી શકાય. ઇઇજી બ્રેઇન સિગ્નલ્સ ડિટેક્ટ કરીને એક્ટ કરશે.
બ્રેઈન સિગ્નલ્સથી થશે એપ્લિકેશન લોન્ચ
          ગેજેટ જ્યારે બ્રેઇન સિગ્નલ્સને અનુસરતું હશે ત્યારે સંશોધકો તેને મોનીટર કરશે. માત્ર આંખના પલકારાના મદદથી ટેસ્ટર એપ્લિકેશન લોન્ચ, પોઝ/પ્લે મ્યુઝિક જેવી એક્શન કરી શકશે. ફાઇવ સેકન્ડના આધારે યૂઝર તેની એક એક્શન ૮૦થી ૯૫ ટકા જેટલી ચોકસાઇથી પર્ફોર્મ કરી શકશે. કિપેડથી કંટ્રોલ થતાં મોબાઇલ ડિવાઇસ સાથે માઇન્ડ ઇન્ટરેક્શનનો આ નવો પ્રોજેક્ટ છે. 
ઈઈજી કેપથી કંટ્રોલ થશે ડિવાઈસ

          અત્યાર સુધી માત્ર કિપેડ, ટચ, વોઇશ ઇનપુટથી ઓપરેટ થતી મોબાઇલ સિસ્ટમમાં માઇન્ડ કંટ્રોલ રિસર્ચથી યુઝરને તેની ડિવાઇસ વધારે કંટ્રોલ કરવાની તક મળશે અને તે પણ મોબાઇલને પોકેટમાં રાખીને. જો કે, ડિવાઇસને પ્રોપર કંટ્રોલ કરવા માટે યુઝરે ઇઇજી કેપ પહેરવી ફરજિયાત બનશે. તેમ છતાં રિસર્ચર્સ આ કેપને થોડી ફેશનેબલ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે.

Wednesday, 12 March 2014

ગૂગલે લોન્ચ કર્યું ટચ સ્ક્રીન 'Pixel' laptop

FF Post :- 11


          ટેક્નોલોજી ક્ષેત્રની જાણીતી કંપનીઓમાં આજકાલ ટચ સ્ક્રીન સરફેસ લોન્ચ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. તે સ્પર્ધામાં ઝૂકાવતા ગૂગલે પણ તાજેતરમાં હાઇ રિઝોલ્યૂશન ટચ સ્ક્રીન લેપટોપ 'પિક્સેલ' લોન્ચ કર્યું છે. અગાઉ આ લેપટોપના ફીચર્સ વિશે ઘણી બધી અફવાઓ ચાલતી હતી. તે અફવાઓનો પણ અંત આવ્યો છે. ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતું 'પિક્સેલ' કંપનીના કી-બોર્ડ ધરાવતા અન્ય લેપટોપ અને ટચ સ્ક્રીન આઇપેડ કરતા અલગ પ્રકારનું છે. પાવર યૂઝર્સને ક્લાઉડ કમ્પ્યૂટિંગની દુનિયામાં લઇ જતું આ ગૂગલનું પ્રથમ લેપટોપ છે. ગૂગલે આ લેપટોપને એપલના 'મેકબુક' અને માઇક્રોસોફ્ટના 'સરફેસ પ્રો'ને ટક્કર આપવા લોન્ચ કર્યું છે. તેની ૧૨.૮૫ ઇંચની સ્ક્રીન ૨૫૬૦×૧૭૦૦ની હાઇ ડેફિનેશન સ્ક્રીન ૪.૩ મિલિયન પિક્સેલ્સનું રિઝોલ્યુશન આપે છે. તેની ખાસ પ્રકારની સ્ક્રીન રેટિના ડિસ્પ્લે ધરાવે છે અને તે ૧ ઇંચમાં ૨૩૯ પિક્સેલ ધરાવે છે.

          એપલના મેકબુક પ્રોમાં ૧ ઇંચમાં ૨૨૦ જ પિક્સેલ હોય છે. તેનું વજન ૩.૩૫ પાઉન્ડ છે જે મેકબૂક પ્રો કરતાં એક પાઉન્ડ વધારે છે. તેમાં કોર-ૈ૫ પ્રોસેસર છે જેથી ઝડપી પ્રોસેસિંગ થાય છે. પાવર યૂઝર્સને આકર્ષવા માટે તેમાં ૧ ટેરાબાઇટ સુધીનું ત્રણ વર્ષ માટે ફ્રી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ ઓફર કરે છે. 'પિક્સેલ'ના બે વર્ઝન લોન્ચ કરાયા છે એક વાઇ-ફાઇ અને બીજું છે એલટીઇ. વાઇ-ફાઇ વર્ઝનમાં ૩૨ જીબી સોલિડ સ્ટેટ ડ્રાઇવ છે અને એલટીઇમાં ૬૪ જીબી. ગૂગલ દ્વારા તેના હાર્ડવેર મેકર્સનું નામ રિવિલ કરવામાં નથી આવ્યું પરંતુ તેને તાઇવાનમાં એસેમ્બલ કરવામાં આવ્યું છે. આ લેપટોપ ગૂગલના પ્લે સ્ટોર પરથી ખરીદી શકાશે.

Tuesday, 11 March 2014

Tiny Chip (સેટેલાઈટ વગર લોકેશન ટ્રેક કરશે)

FF Post :- 10


માસ્ટર ક્લોકવાળી આ ચીપ જીપીએસ સિસ્ટમ વગર પણ લોકેશન દર્શાવશે
       જીપીએસ સિસ્ટમ એક એવી ટેક્નોલોજી છે જે આપણાં દરેકના જીવનનો એક ભાગ બની ગઇ છે. મોબાઇલ ફોન, કાર, બોટ્સ અને પ્લેનમાં સેટેલાઇટની મદદથી લોકેશન મેળવવા માટે આનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. યુએસ મિલિટરીએ એક એવી નાનકડી ચીપ વિકસાવી છે જે બેઝ સ્ટેશન પર નેટવર્કની ખર્ચાળ જરૂરિયાતને ઓછી કરે અને સાવ નાનકડાં સિક્કામાં પણ ફીટ કરી શકાય. આ નાનકડી ચીપમાં ત્રણ ગેરોસ્કોપ્સ, ત્રણ એસેલરોમિટર્સ અને માસ્ટર ક્લોક છે. આ ચીપને જ્યારે કોમ્યુટર સોફ્ટવેર સાથે જોડવામાં આવે છે ત્યારે તેની સિસ્ટમ કામ કરવાનું શરૂ કરી દે છે. રિસર્ચ એજન્સી ડીએઆરપીએના જણાવ્યા અનુસાર, આ ત્રણ ટૂલ્સને એકબીજાં સાથે કમ્બાઇન્ડ કરતાં ચીપ તમારાં ડાયરેક્શનને ટ્રેક કરવાની શરૂઆત કરી દે છે. ચીપની સાઇઝ જેટલી નાની છે તેટલી જ ઝડપથી તે લોકેશન સર્ચ કરે છે.

બુલેટ્સ અથવા મિસાઇલ્સમાં ફિટ થશે
          આ ચીપમાં ત્રણ ગેરોસ્કોપ્સ અને ત્રણ એસેલેટરોમિટરથી બનેલી આ ચીપમાં હાઇલી એક્યુરેટ માસ્ટર ક્લોક છે. જે નક્કી કરેલા ટ્રેજેક્ટરીમાં નાના ડ્રોન્સ અને રોબોટ્સ સેટ કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત સૌથી વધુ પાવરફૂલ પોઝિશનવાળી સિસ્ટમ ડાઉન થઇ જાય ત્યારે સ્પોટ બેકઅપ મળી રહે તેવી સુવિધા પણ છે. આ ડિવાઇસ એટલી નાની છે કે તેને બુલેટ્સ અથવા નાનકડી મિસાઇલ્સમાં પણ ફીટ કરી શકાય છે. યુએસ મિલિટરીએ બનાવેલી આ ચીપ ૧૦ ક્યુબિક મિલિમિટર સુધી લઇ જઇ શકાય છે. કોઇપણ સોફ્ટવેરમાં તેની સાઇઝ અને વજનના કારણે તેને શેપમાં ફીટ કરી શકાય છે. 

જીપીએસ સિસ્ટમ વગર કામ કરશે
          ચીપના બંને સેન્સર અને ઇન્ટિગ્રેટેડ પેકેજ સ્ટ્રક્ચરલ લેયર સિલિકામાંથી બનાવવામાં આવ્યા છે. ચીપનું રિઝલ્ટ એટલું પાવરફૂલ છે કે જ્યારે જીપીએસ સિસ્ટમ અનઅવેલેબલ હોય અથવા શોર્ટ પિરિયડ જેવા કે, પર્સનલ ટ્રેકિંગ, હેન્ડહેલ્ડ નેવિગેશન, સ્મોલ ડાયામિટર, હેન્ડહેલ્ડ નેવિગેશન, સ્મોલ ડાયમિટર મ્યુનિશન અને સ્મોલ એરબોર્ન પ્લેફોર્મમાં અવેલેબલ ના હોય ત્યારે પણ આ ચીપ સરળતાથી લોકેશન અંગે માહિતી પુરી પાડશે. પિક્ચરમાં જે ચીપ દર્શાવવામાં આવી છે તે પ્રમાણે તેને લિંકન મેમોરિયલના નાનકડા સિક્કા પર મૂકવામાં આવી છે.

Monday, 10 March 2014

સ્માર્ટફોન દ્વારા હવે તમારી આંખોનો ઈલાજ શક્ય બનશે

FF Post :- 9


          આંખોની સારવાર શક્ય ન હોય તેવા વિસ્તારોમાં સ્માર્ટફોન વડે આંખોની હાઈ રિઝોલ્યુશનવાળી તસવીરો આંખોના સર્જનને મોકલી સારવાર મેળવવાની વાત હવે શક્ય બની છે. સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના અભ્યાસકારોએ બે ઓછાર્ખિચત એડેપ્ટર શોધી કાઢયા છે જેને કારણે આ વાત હવે શક્ય બની છે.
  • એડપ્ટરના ઉપયોગથી રેટિનાની તસવીરો ખેંચી શકાશે
          યુનિર્વિસટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રોબર્ટ ચેંગે જણાવ્યું હતું કે, 'આ એડપ્ટર એવી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે જેથી દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે અને આંખોની તસવીરો લઈ તેને નિષ્ણાતોને મોકલી સારવાર મેળવી શકે.' આ સેવાને કારણે આંખની કાળજીની સેવામાં વધારો થશે, ઉપરાંત આ ટેકનોલોજીને કારણે આંખની સારવાર ન પ્રાપ્ત થતી હોય એવા વિસ્તારનાં લોકોને નિષ્ણાતોની સેવા મળી શકે છે.
       સ્માર્ટફોનની મદદને કારણે આંખની સારવારને ક્ષેત્રે એક નવી ક્રાંતિ આવી જશે. આ સેવા સાથે એવા ક્ષેત્ર માટે મહત્ત્વની બની જશે જ્યાં આંખના નિષ્ણાતોની સંખ્યા ઘણી ઓછી છે અને તેમનાં સુધી દરેક લોકો પહોંચી શક્તા નથી. આજના સમયનાં સ્માર્ટફોનમાં હવે હાઈ રિઝોલ્યુશન તસવીરો ખેંચવાની ક્ષમતા છે અને તેનો ઉપયોગ કરી અમુક જ ક્ષણોમાં તસવીર અપલોડ કરી વિશ્વના કોઈપણ ક્ષેત્રમાં મોકલી શકાય છે. અગાઉની ટેકનોલોજીમાં આંખની આગળના હિસ્સાની તસવીરો જ પાડી શકાતી હતી. જો કે આ એડપ્ટરના કારણે આંખના આગળના હિસ્સાની સાથે-સાથે રેટિનાની તસવીરો પણ લઈ શકાશે તેવો અભ્યાસકારો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

Sunday, 9 March 2014

Necomimi Brainwave

FF Post :- 8

મગજમાં સતત કોઇને કોઇ એક્ટિવિટી ચાલતી હોય છે, તે દરમિયાન મગજમાંથી ખાસ પ્રકારના સિગ્નલ નીકળતા હોય છે જેને કેપ્ચર કરીને તેના ઇમોશન્સને વ્યક્ત કરતું ડિવાઇસ ન્યૂરોસ્કાયે તૈયાર કર્યું છે


રગેરો નામના ઇન્વેન્ટરે નિકોમિમી બ્રેઇનવેવ કેટ ઇઅર્સને મોબાઇલ સાથે કનેક્ટ કરી એવી એપ બનાવી જે યૂઝર બિઝી હોય ત્યારે કોલને બ્લોક કરે છે
ન્યૂરોસ્કાય કંપનીએ બ્રેઇનવેવ ટેક્નોલોજીનો યૂઝ કરીને બ્રેઇન-કમ્પ્યૂટર ઇન્ટરફેસ 'માઇન્ડવેવ મોબાઇલ હેડસેટ' તૈયાર કર્યો છે. આ હેડસેટમાં એક સેન્સર લગાવવામાં આવ્યું હોય છે, આથી જ્યારે આપણે આ હેડસેટ પહેરીએ છીએ ત્યારે તે મગજની પ્રતિક્રિયા નોંધે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિકોમિમિ બ્રેઇનવેવ કેટ ઇઅર હેડસેટ ડિઝાઇન કરવામાં આવ્યું છે. નિકોમિમી બ્રેઇનવેવ કેટ હેડસેટને ન્યૂરો કોમ્યુનિકેશન મશીન તરીકે ઓળખવામાં આવે છે. નિકોમિમીના હેડસેટ પર બિલાડીના કાન જેવા ડિઝાઇનર ઇઅર લગાવવામાં આવેલા હોય છે, જે મગજના ચોક્કસ વર્તન પ્રમાણે રિએક્ટ કરે છે. જેમ કે, તમે કોઇ વસ્તુ તરફ કોન્સન્ટ્રેશન સાથે દેખશો તો આર્ટિફિશિયલ ઇઅર ઊંચા થઇ જશે, તે સિવાય તમે રિલેક્સ ફીલ કરતાં હશો ત્યારે ઇઅર વળીને નીચા ઝૂકેલા હશે તથા તમે કોઇ એક્ટિવિટી કરી રહ્યા હશો ત્યારે ઇઅર અપ-ડાઉન થયા કરશે. 

આવી રીતે થાય ઇમોશન્સ શેરિંગ
કોઇ પણ એક્ટિવિટી ચાલતી હોય તે દરમિયાન મગજમાં રહેલા સ્નાયુઓ ખાસ પ્રકારના ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ઉત્પન્ન કરે છે, આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને નિકોમિમિ બ્રેઇનવેવ કેટ હેડસેટમાં લગાવેલ સેન્સર કેપ્ચર કરે છે.
ત્યારબાદ કેપ્ચર થયેલા બ્રેઇનવેવ ડેટાનું ફિલ્ટરેશન કરવામાં આવે છે તથા તેનું ન્યૂરોસ્કાયના અટેન્શન અને મેડિટેશન અલ્ગોરિધમ્સ દ્વારા ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે.
આ પ્રોસેસ બાદ જે રિઝલ્ટ આવે તેની ઇફેક્ટ હેડસેટમાં ફિટ કરવામાં આવેલ ઇઅર પર જોવા મળે છે.
આવી રીતે કનેક્ટ થશે
માઇન્ડવેવ હેડસેટને બ્લુટૂથ દ્વારા તમારી પસંદગીના ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાશે. વિન્ડોઝ પ્લેટફોર્મમાં વિન્ડોઝ એક્સ્પી કે તેથી ઉપરના વર્ઝન સાથે, મેક ઓસએસમાં ઠ ૧૦.૬.૫ કે તેથી નવા વર્ઝન સાથે, તથા એન્ડ્રોઇડ કે આઇઓએસ પ્લેટફોર્મ સાથે ડિવાઇસ કોમ્પિટિબલ છે. માઇન્ડવેવ હેડસેટ સિંગલ છછછ બેટરી સાથે ૮-૧૦ કલાક કામ કરે છે.
ડિઝાઇનર હેડસેટ
નિકોમિમી બ્રેઇનવેવ કેટ ઇઅર હેડસેટમાં અલગ અલગ ડિઝાઇન્સ જેમ કે, ડેવિલિશ હોર્ન્સ, જંગલ લેપર્ડ, મિન્કી બ્રાઉન અને ઓબસિડિયન જેવા ડિઝાઇનર ઇયર બડ્સ ૧,૦૮૬ રૂપિયામાં અવેલેબલ છે.
નિકોમિમી હેડસેટે જિતાડયા ૧૫ લાખ રૂપિયા
યુએસમાં એટીએનટી કંપની દ્વારા નિકોમિમી બ્રેઇનવેવ કેટ ઇયર્સને સાંકળતી 'હેકેથોન' નામની કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ૪૧ વર્ષીય રગેરો સ્કોર્સિઓનીએ પાર્ટિસિપેટ કર્યું હતું અને તેણે ડિવાઇસને માઇન્ડથી કંટ્રોલ કરી શકાય તે માટે 'ગૂડ ટાઇમ્સ'નામની એપ્લિકેશન તૈયાર કરી હતી. જેમાં તેણે સૌથી પહેલા ડિવાઇસને બ્લુટૂથ દ્વારા મોબાઇલ સાથે કનેક્ટ કર્યો ત્યારબાદ 'ગુડ ટાઇમ્સ' એપ્લિકેશન એક્ટિવેટ કરી, આ એપ એક્ટિવ યૂઝરના માઇન્ડની એક્ટિવિટીઓનું મોનિટરિંગ કરે છે અને જ્યારે વ્યક્તિનું મગજ અત્યંત વ્યસ્ત હોય ત્યારે કોઇ કોલ આવે તો તેને બ્લોક કરે છે. આ એપ બનાવવા માટે રગેરોને ૧૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું.